AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“સવર્ણો મેલુ ઉપાડીને બતાવે તો …..” કોંગ્રેસમાં ઘરવાપસી પહેલા જ બાપુએ બાફ્યુ, નિવેદનથી સવર્ણો થયા લાલચોળ- VIDEO

શંકરસિંહ વાઘેલાના અનામત અંગેના વિવાદી નિવેદને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસમાં સંભવિત ઘરવાપસીની ચર્ચા વચ્ચે બાપુએ સવર્ણોને "મેલુ ઉપાડવાનું" કહેતા સવર્ણ સમાજમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. ત્યારે સવર્ણ સમાજના વિવિધ અગ્રણીઓએ બાપુને નિવેદન પરત લઈ માફી માગવાની માગ કરી છે.

| Updated on: Oct 03, 2026 | 9:19 PM
Share

છેલ્લા કેટલાક દિવસોથી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે તેઓ નર્મદાના સાગબારાના ખોપી ગામે પુનઃ વન અધિકાર સત્યાગ્રહમાં પહોંચ્યા હતા.  કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જોવા મળ્યા હતા. આ સભામાં શંકરસિંહ વાઘેલાએ અનામતને લઈને બેફામ વાણીવિલાસ કર્યો. શંકરસિંહ બાપુએ કહ્યુ કે દિલ્હીમાં બેઠેલા લોકો અનામતના દુશ્મનો છે. વાણીયા, બ્રાહ્મણ અને પટેલ સમાજને ઉદ્દેશીને બાપુએ જે કહ્યુ તેનાથી વિવાદ વકર્યો છે. બાપુએ જાહેરમંચ પરથી કહ્યુ, “આદિવાસી અને અન્ય પછાત સમાજને કોઈ મહેરબાની કરીને અનામત નથી આપી. આ લોકોએ આખી જિંદગી ભોગવ્યુ છે.”

અહીં સુધી તો વાત બરાબર હતી પરંતુ ત્યારબાદ બાપુએ કહ્યુ,

“તમે પટેલ, વાણીયા, બ્રાહ્મણ કોઈપણ હોય, તમે જો આ લોકોની અનામતના વિરોધી હોય તો મેલુ ઉપાડવા માટે મહિને 50 હજાર પગાર હું તમને આપુ, તમે આ લોકોનું મેલુ ઉપાડો. આદિવાસી સમાજ જે હાલતમાં રહે છે એ હાલતમાં તમે રહો તો તમને ખબર પડે.”

બાપુના નિવેદનને વૈમનસ્ય ઉત્પન્ન કરનારુ ગણાવ્યુ

બાપુના આ નિવેદનથી સવર્ણ સમાજ લાલઘુમ થયો છે અને સમાજના અગ્રણીઓએ એકબાદ એક આગળ આવી બાપુ તેમના આ બેફામ નિવેદન માટે માફી માગે તેવી માગ કરી છે. બ્રહ્મ સમાજના અગ્રણીએ બાપુના નિવેદનને વર્ગ વિગ્રહ કરનારુ ગણાવ્યુ છે. તેમણે કહ્યુ કે લાઈમલાઈટમાં આવવા માટે શંકરસિહે આવુ નિવેદન કર્યુ છે. સમાજમાં એકબીજા પ્રત્યે વૈમનસ્ય ઉત્પન્ન કરવાનો પ્રયાસ ગણાવ્યો. કોંગ્રેસમાં ફરી તેઓ ઘરવાપસી કરી રહ્યા છે ત્યારે પોતાનું પ્રભુત્વ બતાવવા માટે આ પ્રકારની નાટકિય નિવેદનબાજી કરી રહ્યા છે પરંતુ બ્રહ્મસમાજ આ સાંખી નહીં લે અને તેમણે જો શંકરસિંહ તેમના શબ્દો પરત નહીં લે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

બાપુનું નિવેદન એકદમ વાહિયાત, બાલિશ અને બુદ્ધિનું પ્રદર્શન- દિનેશ બાંભણિયા

આ તરફ પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ પણ બાપુના નિવેદનને બુદ્ધિનું પ્રદર્શન અને વાહિયાત ગણાવ્યુ. તેમણે કહ્યુ કે આવુ બાલિશ નિવેદન કરનાર શંકરસિંહ વાઘેલા પણ સવર્ણ સમાજમાંથી આવે છે તો તેમને હું કહેવા માગુ છુ કે આપ જો મેલુ ઉપાડવા કામગીરી કરે તે તેઓ માગે એટલા રૂપિયા તેમને આપીશુ. વધુમાં બાંભણિયાએ જણાવ્યુ કે કોઈપણ સમાજને નીચા પાડીને અન્ય સમાજને ખુશ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. શંકરસિંહનું નિવેદન રાજકીય અને નિંદાને પાત્ર હોવાનું તેમણે જણાવ્યુ.

વડીલ છો તો વડીલને છાજે એવુ વર્તન કરો- લાલજી પટેલ

આ તરફ SPGના અધ્યક્ષ લાલજી પટેલે પણ બાપુના અનામત વિશેના નિવેદનનો ઉધડો લીધો. તેમણે કહ્યુ વડીલ છો અને માન આપીએ છીએ એનો મતલબ એ નથી કે ગમે તેવા નિવેદન કરો. આવા નિવેદનો કરી બીજા સમાજને નીચા દેખાડવાનું કામ ન કરો. અમે અનામત હટાવવાની કોઈ માગ કરી નથી. બીજી તરફ અમુક ગામડાઓમાં જઈને તમે જુઓ… જે સવર્ણ સમાજની તમે વાત કરો છો એ પટેલ,બ્રાહ્મણોની સ્થિતિ અત્યંત દારૂણ છે અને તેમને ખરેખર અનામતની જરૂર છે. તમારી એ જોવાની પણ દૃષ્ટિ હોવી જોઈએ.

બાપુ ચર્ચામાં રહેવા આવા નિવેદન કરે છે- પુરુષોત્તમ પીપળિયા

બીજી તરફ પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ બાપુના નિવેદનને વખોડ્યુ. તેમણે કહ્યુ બાપુ છેલ્લા ઘણા સમયથી રાજકીય રીતે આઈસોલેટેડ છે. એટલે ચર્ચામાં રહેવા આવા નિવેદનો કરે છે. બીજી તરફ પાટીદાર આંદોલન એ તો માત્ર નામ હતુ પરંતુ તેમા બિન અનામતમાં આવતા તમામ વર્ગની વાત હતી. તેમા માત્ર પાટીદારોની અનામતની વાત ન હતી અને બીજી તરફ કોઈની અનામત છીનવવા માટેની પણ કોઈ માગ ન હતી. દરેક સમાજને તેમનો હક્ક માગવાનો અધિકાર છે અને પાટીદાર સમાજે ક્યારેય કોઈ જ્ઞાતિ બાબતે ભેદભાવ કર્યો નથી.

મેલુ ઉપાડવાની પ્રથાની શરૂઆત ખુદ તેમના શુભ હાથેથી કરે- યજ્ઞેશ દવે

આ તરફ બ્રહ્મસમાજના અગ્રણી યજ્ઞેશ દવેએ પણ બાપુના નિવેદનને વખોડ્યુ અને કહ્યુ કે મેલુ ઉપાડવાની પ્રથા દેશમાં વર્ષોથી બંધ થઈ ગઈ છે અને જો બાપુ ફરી એવી પ્રથા શરૂ કરવા ઈચ્છતા હોય તો આ શુભ કાર્યની શરૂઆત તેઓ ખુદ કરે. બાપુ મારા ઘરનું મેલુ ઉપાડે હું દર મહિને તેમને માત્ર 50 હજાર નહીં 5 લાખ રૂપિયા આપીશ.

આ પ્રકારે હાલ તો બાપુના મેલુ ઉપાડવાના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. સવર્ણ સમાજના અગ્રણીઓએ આગળ આવી બાપુના નિવેદનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે, સાથે જ બાપુને તેમની ગરિમાને છાજે તેવા નિવેદનો કરવાની સલાહ પણ આપી છે. કોઈ એક સમાજના વ્હાલા થવા માટે અન્ય સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ બાપુ ન કરે તેવી સ્પષ્ટ શબ્દોમાં તાકીદ પણ કરી છે.

Input Credit- Vishal Pathak, Kinjal Mishra, Manish Mistri, Mohit Bhatt, Baldev Suthar

દુબઈની ફ્લાઈટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરતા પહેલા ઓમાની પાયલટ શું બોલ્યો? આ કથિત આતંકી પાયલોટનું નામ કેમ જાહેર નથી કરાયુ?

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">