Breaking News: કેપ્ટન સ્મિત માટે ‘અશોક ચક્ર’ની માગ, દેશના દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓએ કરી ‘મોટી માગ’
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઇની ફ્લાઇટમાં 174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની આજે આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે બતાવેલી હિમ્મત માટે હવે દેશભરમાંથી તેમને 'અશોક ચક્ર' આપવાની માગ ઊઠી રહી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે, મિલિંદ દેવરા અને પાયલોટ્સ એસોસિએશન સહિત ઘણા દિગ્ગજોએ આ માગ કરી છે.

ઇઝરાયેલી મુસાફરોથી ભરેલી ફ્લાયદુબઇની ફ્લાઇટ FZ 1073 ને ક્રેશ થતાં રોકીને 174 લોકોના જીવ બચાવનારા કેપ્ટન સ્મિત મચ્છરની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. PM મોદીથી લઈને ઇઝરાયેલી PM બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેપ્ટન સ્મિતની બહાદુરીને સલામ કરી છે.
આ દરમિયાન, ભારતમાં કેપ્ટન સ્મિતને અશોક ચક્ર આપવાની માગ ઊઠવા લાગી છે. તમામ નેતાઓ અને હસ્તીઓએ કેપ્ટન સ્મિત મચ્છરને અશોક ચક્ર વીરતા પુરસ્કાર આપવાની માગ કરી છે. આમાં મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેથી લઈને ઓથર શેફાલી વૈદ્યનું નામ જોડાયેલ છે.
મિલિંદ દેવરાએ કરી કેપ્ટન સ્મિત માટે અશોક ચક્રની માગ
જણાવી દઈએ કે, શિવસેનાના રાજ્યસભા સાંસદ મિલિંદ દેવરાએ પીએમ મોદીને પત્ર લખીને કેપ્ટન સ્મિત મચ્છર માટે પ્રતિષ્ઠિત ‘અશોક ચક્ર’ની માગ કરી છે. મુંબઈમાં જન્મેલા પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરે દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઇની ફ્લાઇટ દરમિયાન હવામાં આવેલી એક ગંભીર મુશ્કેલ ક્ષણમાં ગજબનું સાહસ દર્શાવ્યું છે.
As an MP from Mumbai & on behalf of @mieknathshinde ji & @Shivsenaofc, I have written to PM @narendramodi ji requesting that @flydubai Captain Smit Machchhar be considered for the Ashok Chakra.
A son of Mumbai who showed extraordinary courage when it mattered most. https://t.co/ohEQfSBA67
— Milind Deora | मिलिंद देवरा (@milinddeora) October 2, 2026
દેવરાએ ડેપ્યુટી CM શિંદે અને શિવસેના તરફથી શેર કર્યો પત્ર
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદે અને શિવસેના તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પત્ર શેર કરતાં મિલિંદ દેવરાએ કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરી અને તેમને ‘મુંબઈનો દીકરો’ કહ્યા.
પત્રમાં મિલિંદ દેવરાએ લખ્યું કે, આકાશમાં એક અકલ્પનીય પડકારનો સામનો કરતાં, કેપ્ટન સ્મિત મચ્છરે પોતાની જાનની પરવા કર્યા વગર બીજાના જીવને પ્રાથમિકતા આપી અને ગંભીર રીતે ઘાયલ હોવા છતાં પોતાનું કામ ચાલુ રાખ્યું. દેવરાએ કહ્યું કે, આ કામ સાહસ, નિઃસ્વાર્થ ભાવ અને કર્તવ્યનિષ્ઠાની સર્વોચ્ચ મિશાલ છે.
માત્ર કેપ્ટન સ્મિત છે અશોક ચક્રના હકદાર: ઓથર શેફાલી વૈદ્ય
ઓથર શેફાલી વૈદ્યએ PM મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ટેગ કરતાં પોસ્ટ કર્યું કે, ‘જો આ વર્ષે કોઈ અશોક ચક્રનું હકદાર છે, તો તે કેપ્ટન સ્મિત મચ્છર છે. FlyDubai ના આ બહાદુર પાયલોટે પોતે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં 200 મુસાફરોનો જીવ બચાવ્યો.’
If anyone deserves the Ashok Chakra this year, it is Capt Smit Machchar, the brave #FlyDubai pilot who saved the lives of 200 passengers even when he was himself grievously injured. @narendramodi @AmitShah
— Shefali Vaidya. (@ShefVaidya) October 1, 2026
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સ પણ કરી પુરસ્કાર આપવાની માગ
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સે પણ કેપ્ટન સ્મિત મચ્છર માટે પુરસ્કારની માગ કરતાં વડાપ્રધાન કાર્યાલયને લેટર લખ્યો છે. આમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સે લખ્યું કે, વડાપ્રધાન કાર્યાલય… ફ્લાયદુબઇના પાયલોટ કેપ્ટન સ્મિત મછારને કોઈ યોગ્ય રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અથવા રાષ્ટ્રીય નાગરિક સન્માન આપવા પર વિચાર કરે.
આ સિવાય, Limca અને National award 2018 થી સન્માનિત ઇન્ડિયન ફર્સ્ટ બ્લેડ રનર મેજર ડીપી સિંહે પણ એક્સ પર લખ્યું કે, કેપ્ટન સ્મિત શાંતિના સમયે આપવામાં આવતા સૌથી મોટા વીરતા પુરસ્કાર અશોક ચક્રના હકદાર છે. નીરજા ભનોટને વર્ષ 1987માં મરણોત્તર આ જ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તમારામાંથી કેટલા લોકો સહમત છે?
The Federation of Indian Pilots requests the Prime Minister’s Office to kindly consider flydubai pilot Captain Smit Machchhar for an appropriate National Bravery Award / national civilian recognition, in accordance with the applicable Government of India provisions and after due verification of the facts by the competent authorities.
— ANI (@ANI) October 2, 2026
PM મોદીએ પણ કેપ્ટન સ્મિત સાથે કરી વાત
વડાપ્રધાન મોદીએ પણ શુક્રવારે 02 ઓકટોબરને રોજ કેપ્ટન સ્મિત સાથે ફોન પર વાત કરી હતી. હુમલામાં ઘાયલ કેપ્ટનના પીએમે હાલચાલ પૂછ્યા હતા. હાલ અબુ ધાબીની એક હોસ્પિટલમાં કેપ્ટન સ્મિતની સારવાર ચાલી રહી છે.
આ પહેલાં વિતેલા ગુરુવારે વડાપ્રધાન મોદીએ કેપ્ટન સ્મિતના પરિવારજનો સાથે વાત કરી હતી. UAE માં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, કેપ્ટન સ્મિતની સ્થિતિ સુધારા પર છે અને તેઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે.
He deserves highest peace time gallantry award..
Ashok Chakra..
Neeraja Bhanot had been conferred with same award posthumously, way back in 1987.
How many of you agree?
— Major D P Singh (@MajDPSingh) October 1, 2026
અશોક ચક્ર શું છે?
ભારતનું સર્વોચ્ચ શાંતિકાલીન વીરતા અને સાહસનું સન્માન ‘અશોક ચક્ર’ છે, જે યુદ્ધના ક્ષેત્ર સિવાયના અન્ય સંજોગોમાં અદમ્ય સાહસ, શૌર્ય અથવા આત્મબલિદાન માટે આપવામાં આવે છે. આનો હેતુ શાંતિના સમયે દેશની સુરક્ષા અથવા રક્ષામાં પોતાની જાનની પરવા કર્યા વગર અદમ્ય સાહસ દર્શાવનારા વીરોને સન્માનિત કરવાનો છે.
