AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : ટીમ ઈન્ડિયા 19 દિવસના બ્રેક પર, જાણો ક્યારે અને કોની સામે મેદાનમાં ઉતરશે

ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ 4 દિવસમાં પૂર્ણ થયો છે. ત્યારબાદ હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ ક્યારે અને કોના વિરુદ્ધ છે. તેના વિશે જાણી લઈએ. 2 અઠવાડિયાથી વધારેનો બ્રેક ખેલાડીઓને મળવાનો છે.

Team India :  ટીમ ઈન્ડિયા 19 દિવસના બ્રેક પર, જાણો ક્યારે અને કોની સામે મેદાનમાં ઉતરશે
| Updated on: Jul 27, 2026 | 9:19 AM
Share

ટીમ ઈન્ડિયા માટે 2026નું વર્ષ સંપૂર્ણ રીતે વ્યસ્ત રહ્યું છે. શરુઆતમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ ત્યારબાદ ટી20 વર્લ્ડકપ, આઈપીએલ અને અફઘાનિસ્તાન વિરુદ્ધ ઘર આંગણે સીરિઝ,ત્યારબાદ આયરલેન્ડમાં ટી20 સીરિઝ, ઈંગ્લેન્ડ ટી20 અને વનડે સીરિઝ પછી ઝિમ્બાબ્વેના પ્રવાસ પર ભારતીય ટીમ ગઈ હતી. હવે ભારતીય ટીમને એક નાનકડો બ્રેક મળ્યો છે. તો હવે તમે જાણી લો ટીમ ઈન્ડિયા ક્યા દિવસે કોના વિરુદ્ધ પોતાની આગામી મેચમાં મેદાનમાં ઉતરશે.

એક બ્રેક ભારતીય ખેલાડીઓને મળ્યો

ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ 4 દિવસમાં પૂર્ણ થયો છે. 23 જુલાઈથી 3 મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરિઝ શરુ થઈ અને 4 દિવસમાં ટુંકમાં 26 જુલાઈના રોજ આ સીરિઝ પૂર્ણ થઈ હતી. આ સાથે એક બ્રેક ભારતીય ખેલાડીઓને મળ્યો છે. કારણ કે, હવે તે આગામી મેચ ટીમ ઈન્ડિયાને આગલા મહિના મધ્યમાં રમવાની છે. ભારતીય ખેલાડીઓ થોડો આરામ કરી રિલેક્સ કરશે પરંતુ ભારતીય ક્રિકેટ ચાહકો થોડા નિરાશ થશે. કારણ કે, તેમને 2 અઠવાડિયાથી વધારે સમય સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ જોવા મળશે નહી.

ટેસ્ટ સીરિઝની તૈયારીઓમાં

ટીમ ઈન્ડિયાની આગામી મેચ 15 ઓગસ્ટના રોજ શરુ થશે. ટીમ ઈન્ડિયાને શ્રીલંકા વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. જે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરિઝ રમશે. 26 જુલાઈ બાદ 15 ઓગસ્ટના રોજ હવે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. આ વચ્ચે 19 દિવસનો બ્રેક છે. પરંતુ ભારતીય ખેલાડીઓ જલ્દી શ્રીલંકા પહોંચશે. અહી તે ટેસ્ટ સીરિઝની તૈયારીઓમાં લાગશે. કારણ કે, દરેક એક મેચ ડબલ્યુટીસીની ફાઈનલમાં પહોંચવા માટે મહત્વની છે.

ઈન્ડિયા અને શ્રીલંકા પહેલી ટેસ્ટ મેચ 15 ઓગસ્ટના રોજ રમાશે. જ્યારે બીજી મેચ કોંલબોમાં આયોજિત છે. ત્યારબાદ ભારતીય ટીમ ફરી વ્યસ્ત થઈ જશે. કારણ કે, સપ્ટેમ્બર મહિનામાં એશિયન ગેમ્સ પણ રમાશે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ વનડે સીરિઝનું શેડ્યુલ છે. આ સિવાય બાંગ્લાદેશની સીરિઝ પર વિચાર ચાલું છે. આ સાથે અફઘાનિસ્તાન સાથે એક ટી20 સીરિઝ નવી દિલ્લીમાં સપ્ટેમ્બરમાં આયોજિત થવાના ચાન્સ છે. જેની મેજબાની ખુદ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ કરવાની છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">