Stock Market: કંપની 1 લાખથી વધુ શેર બાયબેક કરશે; રોકાણકારોને થશે આટલો ફાયદો – તમારા પોર્ટફોલિયોમાં આ શેર છે કે નહી?
શેરબજારમાં ચાલી રહેલ ઉથલપાથલ વચ્ચે એક કંપની 1 લાખથી વધુ શેર બાયબેક કરવા જઈ રહી છે, જેના કારણે રોકાણકારોને નફો થવાની શક્યતા છે. જો તમારા પોર્ટફોલિયોમાં આ શેર છે, તો આ સમાચાર ખાસ તમારા માટે છે.

ટ્રેક્સન ટેક્નોલોજીસે 7.99 કરોડ રૂપિયાના બાયબેકની જાહેરાત કરી છે, જેમાં કંપની 11.42 લાખ શેર ખરીદશે. જણાવી દઈએ કે, આની રેકોર્ડ ડેટ 18 જુલાઈ 2025 નક્કી કરવામાં આવી છે. શેરધારકોને બજાર કિંમત કરતાં 16.6 ટકાના પ્રીમિયમ પર શેર વેચવાની તક મળશે.

આગામી અઠવાડિયે રોકાણકારોની નજર ટ્રેક્સન ટેક્નોલોજીસ પર રહેશે કારણ કે કંપની તેના શેર બાયબેક કરવા જઈ રહી છે. ટ્રેક્સન ટેક્નોલોજીસે 18 જુલાઈ, 2025 ને 7.99 કરોડ રૂપિયાના શેર બાયબેક માટે "રેકોર્ડ ડેટ" તરીકે જાહેર કરી છે. આ તારીખ સુધી કંપનીના શેર ધરાવતા શેરધારકો જ આ બાયબેકમાં ભાગ લઈ શકે છે.

સામાન્ય રીતે કંપનીઓ બાયબેક પ્રક્રિયા દ્વારા પોતાના શેર બાયબેક કરે છે. આનાથી બજારમાં કુલ શેરની સંખ્યા ઘટી જાય છે, જેના કારણે શેરના ભાવમાં વધારો થવાની શક્યતા રહે છે.

ટ્રેક્સન ટેક્નોલોજીસે પોસ્ટલ બેલેટ દ્વારા તેના શેરધારકો પાસેથી મંજૂરી લઈને પ્રતિ શેર રૂ. 70 ના ભાવે બાયબેકની પુષ્ટિ કરી છે. આ કિંમત કંપનીના પાછલા ટ્રેડિંગ દિવસના રૂ. 60.85 ના બંધ ભાવ કરતા લગભગ 16.6 ટકા વધારે છે. ટૂંકમાં શેરધારકોને બજાર ભાવ કરતા વધુ દરે શેર વેચવાની તક મળશે.

ટ્રેક્સન ટેક્નોલોજીસ કુલ 11,42,857 શેર બાયબેક કરશે, જે તેના કુલ જારી કરાયેલા શેરના 1.07 ટકાની આસપાસ છે. આ બાયબેક કંપનીઝ એક્ટ, 2013 અને સેબી બાયબેક રેગ્યુલેશન્સ, 2018 હેઠળ ટેન્ડર ઓફર દ્વારા કરવામાં આવશે.

કંપની આ બાયબેક પર કુલ રૂ. 7.99 કરોડ ખર્ચ કરશે, જે તેના નફા અને રિઝર્વના કુલ 23.70 ટકા જેટલો છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, આ રકમમાં કોઈ વધારાના શુલ્ક (જેમ કે બ્રોકરેજ અથવા ટેક્સ) શામેલ નથી.

સોમવારે ટ્રેક્સને નાણાકીય વર્ષ 2025 માટે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. કંપનીને આ ક્વાર્ટરમાં ખોટ થઈ છે અને વાર્ષિક ધોરણે આવકમાં 5 ટકાનો નજીવો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં આવક રૂ. 20 કરોડ હતી પરંતુ નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં તે રૂ. 21 કરોડ રહી છે.

શુક્રવારે, કંપનીનો શેર 2.04 ટકા ઘટીને રૂ. 60.85 પર બંધ થયો. જો કે, છેલ્લા એક અઠવાડિયામાં કંપનીના શેરે 5 ટકાથી વધુ વળતર આપ્યું છે. શેરે એક મહિનામાં સારું પ્રદર્શન કર્યું અને 7.28 ટકા વળતર આપ્યું છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
