Indian Railways : ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકોને આ સુવિધાઓ આપે છે, જાણો
ભારતીય રેલવે સીનિયર સીટીઝન અને દિવ્યાંગોને અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. જો તમે પણ તમારા માતા-પિતા માટે ટિકિટ બુક કરી રહ્યા છો. તો એક વખત રેલવેના આ નિયમો એક વખત જરુર જાણી લેજો.

ભારતીય રેલવે મુસાફરો માટે અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડે છે. ખાસ કરીને સીનિયર સીટિઝન માટે કેટલીક સુવિધાઓ આપે છે. જેનાથી સીનિયર સીટિઝન આરમદાયાક મુસાફરી કરી શકે, રેલવે મુસાફરો માટે પણ હંમેશા સુવિધાઓ વધારવાનો પ્રયત્ન કરે છે. જેનાથી સીનિયર સીટીઝન કોઈ પ્રકારની પરેશાની ન થાય.

સૌથી પહેલી સીનિયર સીટીઝન માટે સુવિધાઓ વિશે જાણીએ તો, લોઅર બર્થની સુવિધા. 60 ઉપરના પુરુષ અને 58 વર્ષથી ઉપરની મહિલાઓને ટ્રેનની નીચેની સીટ આપવામાં આવે છે જેના કારણે તેને ચઢવા ઉતરવામાં મુશ્કેલી ન પડે.

આ સુવિધા સ્લીપર, એસી 3 ટાયર અને એસી 2 ટાયર કોચમાં આપવામાં આવે છે.મહત્વની વાત તો એ છે કે, જો કોઈ નીચલી સીટ ખાલી રહે છે. તો તેને સીનિયર સીટીઝનને આપવામાં આવે છે.

રેલવે સ્ટેશનો પર ફ્રીમાં વ્હીલચેરની વ્યવસ્થા હોય છે. આ સુવિધાઓ એ સીનિયર સીટીઝન માટે ફાયદાકારક હોય છે. જેને ચાલવામાં મુશ્કેલી હોય છે. વ્હીલચેરની સાથે પોર્ટર પણ મદદ માટે ઉપલબ્ધ હોય છે.

સીનિયર સીટીઝન અને દિવ્યાંગ યાત્રીકો માટે રેલવે સ્ટેશન પર અલગથી ટિકિટ બુકિંગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. જેનાથી લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરુર રહેતી નથી અને ટિકિટ જલ્દી મળી જાય છે.

રેલવે સ્ટેશન પર બેટરીથી ચાલનારી ગાડીઓમાં ફીમાં ઉપલબ્ધ હોય છે. આ સુવિધા સીનિયર સીટીઝન અને દિવ્યાંગને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે મદદ મળી જાય છે જેનાથી તેમને વધારે ચાલવું ન પડે.

મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોમાં લોકલ ટ્રેનોમાં સીનિયર નાગરિકો માટે અનામત બેઠકો હોય છે, જેનાથી તેઓ મુસાફરી દરમિયાન આરામથી બેસી શકે છે (photo : canva).
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો
