AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા સઘન કરાઈ, જુઓ Video

Breaking News : ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા સઘન કરાઈ, જુઓ Video

| Updated on: Sep 10, 2026 | 3:27 PM
Share

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ મળતાં સમગ્ર તંત્રમાં ચકચાર મચી હતી. ઇમેલમાં બપોરે 2:11 કલાકે બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કરાયો હતો.

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ મળતાં સમગ્ર તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ધમકીભર્યા ઇમેલમાં બપોરે 2:11 કલાકે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના પગલે તત્કાળ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી.

વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં જ ગાંધીનગર પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યાપક તપાસ હાથ ધરી હતી. બોમ્બ સ્કવોડ અને પોલીસ દળ દ્વારા વિધાનસભા પરિસરના દરેક ખૂણે-ખૂણે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ધમકીભર્યા મેલ વચ્ચે પણ વિધાનસભાના ગૃહનું કામકાજ યથાવત રહ્યું હતું, જોકે સુરક્ષાના ભાગરૂપે સતત સાવચેતી રાખવામાં આવી હતી.

પોલીસની ઝીણવટભરી તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં વહીવટીતંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ પણ ગાંધીનગર પોલીસ દ્વારા વિધાનસભા અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.

રાજકોટ લોધિકા સંઘ ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક જૂથવાદ, વિજેતા વિજય સખિયાનો અલ્પેશ ઢોલરિયા પર પલટવાર 

Published on: Sep 10, 2026 03:26 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">