મોરબી APMC માં ચૂંટણીને લઈને મોટો ઉલટફેર, વર્ષોથી દબદબો ધરાવતી સહકારી પેનલની કારમી હાર
મોરબી APMC ની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ વખતે વર્ષોથી દબદબો ધરાવતી અને APMC પર મજબૂત પકડ ધરાવતી સહકારી પેનલની કારમી હાર થઈ છે અને કોંગ્રેસ પ્રેરિત પરિવર્તન પેનલે બાજી મારી છે.
મોરબી APMC ની ચૂંટણીમાં મોટો ઉલટફેર સર્જાતા કોંગ્રેસ પ્રેરિત પરિવર્તન પેનલે બાજી મારી છે. વર્ષોથી APMC પર એકચક્રી મજબૂત પકડ ધરાવતી સહકારી પેનલની કારમી હાર થઈ છે. બે દાયકા બાદ ભાજપ પ્રેરિત સહકારી પેનલના એકચક્રી શાસનનો અંત આવ્યો છે. અને પરિવર્તન પેનલે જીતનો પરચમ લહેરાવ્યો છે. ખેડૂત વિભાગની 10 બેઠકમાંથી 7 બેઠક પર ખેડૂત પરિવર્તન પેનલની જીત થઈ છે. જ્યારે સહકારી પેનલના ફાળે 3 બેઠકો આવી છે.
વેપારી વિભાગની 4 બેઠકોમાંથી 2 બેઠકો પર સહકારી પેનલ અને 2 બેઠક પર ખેડૂત પરિવર્તન પેનલની જીત થઈ છે. મોરબી APMCમાં કોંગ્રેસ સમર્થિત પેનલની જીત અંગે કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો કે આ જીત કોંગ્રેસ સમર્થિત પેનલની નથી પણ ખેડૂતોની છે. કોંગ્રેસે દાવો કર્યો કે ખેતરમાં ખેડૂતોની મંજૂરી વગર નખાતા વીજપોલની કામગીરી સામેનો રોષ ચૂંટણીના પરિણામમાં દેખાયો છે. કોંગ્રેસ નેતાઓએ જીતનો શ્રેય ખેડૂત આંદોલનને આપ્યો છે.
સિંગાપોરના પ્રધાનમંત્રીના પગારમાં કરાયો 64 %નો વધારો, જે વિશ્વના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળતા વેતન કરતા સૌથી વધુ- મોદી, ટ્રમ્પ, પૂતિન જિંનપિંગ પણ પાછળ
મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, બે દાયકાના શાસનનો અંત
બોટાદના તોડકાંડ મામલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ
વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા
