Breaking News : વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ!
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ફરી વિવાદમાં છે. વિદ્યાર્થીઓની કથિત અશ્લીલ હરકતોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની કથિત અશ્લીલ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ખાલી વર્ગખંડમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની કથિત રીતે અશ્લીલ હરકત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના પગલે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, આ પ્રકારનો વીડિયો અગાઉ પણ સામે આવ્યો હતો. ગત ઓક્ટોબરમાં પણ MS યુનિવર્સિટી સાથે જોડાયેલો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી.
હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થવાની બાકી છે. વીડિયોની સત્યતા અને તેમાં દેખાતા વિદ્યાર્થીઓની ઓળખ અંગે પણ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
નોંધ: TV9 ગુજરાતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

