3 વખત લગ્ન, 2 બાળકોનો પિતા, કોંગ્રેસમાં રહી ભાજપના વખાણ કરનાર સાંસદના પરિવાર વિશે જાણો
કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ખુબ ચર્ચામાં છે.કોંગ્રેસ પાર્ટી અને શશિ થરૂર વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કેટલીક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા પણ જોવા મળ્યા છે. તો આશે શશિ થરુરના પરિવાર વિશે જાણો

કોંગ્રેસના સાંસદ શશિ થરૂર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં થરૂરે એક લેખ લખીને કટોકટી પર પોતાના પક્ષને ઘેરી લીધો હતો. આ લેખમાં તેમણે કટોકટીની આકરી ટીકા કરી હતી.

આ પછી, થરૂરે હવે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક સર્વે શેર કર્યો છે, જેમાં તેમને મુખ્યમંત્રી પદ માટે લોકપ્રિય ઉમેદવાર જાહેર કર્યો હતો. આ અંગે કોંગ્રેસ પાર્ટીમાં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. તો આજે આપણે કોંગ્રેસના સાંસદ શશિ થરુરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

શશી થરૂરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

શશી થરૂરનો જન્મ 9 માર્ચ, 1956ના રોજ લંડનમાં થયો હતો. તેમના પિતાનું નામ ચંદ્રશેખરન નાયર થરૂર અને માતાનું નામ સુલેખા મેનન હતું. તેમની બે નાની બહેનો છે, શોભા અને સ્મિતા. તેમના દાદાનું નામ ચિપ્પુકુટ્ટી નાયર હતું. તેમના કાકા પરમેશ્વરન થરૂર હતા, જે ભારતમાં રીડર્સ ડાયજેસ્ટના સ્થાપક હતા

શશી થરૂરની પહેલી પત્નીનું નામ તિલોત્તમા મુખર્જી હતું, જેમની સાથે તેમને બે પુત્રો છે, કનિષ્ક અને ઇશાન. ત્યારબાદ તેમણે ક્રિસ્ટા ગિલ્સ સાથે લગ્ન કર્યા, અને પછી સુનંદા પુષ્કર સાથે લગ્ન કર્યા, જેનું 2014માં અવસાન થયું.

થરૂરના પિતા, જે મૂળ કેરળના હતા, તેમણે લંડન, બોમ્બે, કલકત્તા અને દિલ્હીમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું હતું, જેમાં ધ સ્ટેટ્સમેન માટે 25 વર્ષની કારકિર્દી (ગ્રુપ એડવર્ટાઇઝિંગ મેનેજર તરીકે)નો સમાવેશ થાય છે.

શશિ થરૂર એક લેખક, કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સિવિલ સેવક છે, જે 2009 થી કેરળના તિરુવનંતપુરમના સંસદ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેમનો જન્મ લંડનમાં એક કેરળ પરિવારમાં થયો હતો. તેમણે મુંબઈની કેમ્પિયન સ્કૂલમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું.

1975માં, થરૂરે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી બી.એ. ઇતિહાસની ડિગ્રી મેળવી. આ પછી, તેમણે યુએસમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધો તેમજ કાયદા અને રાજદ્વારીમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો.

1978માં તેમણે આંતરરાષ્ટ્રીય રિલેનશન્સમાં પીએચડી માટે અભ્યાસ શરૂ કર્યો. 22 વર્ષની ઉંમરે, તેઓ ફ્લેચર સ્કૂલના ઇતિહાસમાં ડોક્ટરેટ મેળવનારા સૌથી નાની ઉંમરના વ્યક્તિ બન્યા હતા.

શશિ થરૂર 1978 થી 2007 સુધી સંયુક્ત રાષ્ટ્રના કારકિર્દી અધિકારી હતા. 2001માં તેમને સંદેશાવ્યવહાર અને જાહેર માહિતીના અંડર સેક્રેટરી-જનરલ પણ બનાવવામાં આવ્યા હતા અને 2006 માં તેમણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

શશિ થરૂરે 2009માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને લોકસભા ચૂંટણી જીતીને કેરળના તિરુવનંતપુરમથી સફળતાપૂર્વક પાર્ટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ 2009, 2014, 2019 અને 2024માં ચાર વખત સંસદ સભ્ય બન્યા.

થરૂરે વિદેશ રાજ્યમંત્રી તરીકે સેવા આપી છે. તેઓ હાલમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય છે

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થામાં યોગદાન આપે છે. શશી થરૂરે સાહિત્ય અને બિન-સાહિત્યના અનેક રચનાઓ લખી છે અને તેઓ સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા પણ છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
