અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો CMના હસ્તે પ્રારંભ, કાઈટ ફેસ્ટિવલમાં છવાઈ ‘અયોધ્યા’ થીમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષે 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2024 | 4:12 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.

1 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસના પતંગને વિશ્વના આકાશમાં ઉડાન આપવાની દીર્ઘદૃષ્ટિ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી.

2 / 6
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024ની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતના વિવિધ શહેરોમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની પ્રાચીન વિરાસતને જાળવીને તમામ ઉત્સવ ઊજવવામાં આવી રહ્યા છે.

3 / 6
 આ અવસરે ઋષિ કુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ વિશ્વના વિવિધ દેશો અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજોની પરેડનું અભિવાદન ઝીલ્યું હતું.

4 / 6
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024માં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવ્યું.

5 / 6
વિવિધ પતંગોની ભરમાર વચ્ચે "પ્રભુ શ્રીરામ"ની છબીવાળા પતંગે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. શ્રીરામની સોળ ફૂટની પતંગ જ્યારે આકાશમાં ઉડી ત્યારે પતંગ મહોત્સવમાં "શ્રીરામ"નો જયકાર ગુંજી ઉઠ્યો હતો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">