સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી

20 ડિસેમ્બર, 2024

બહારના ખાનપાનને કારણે લોકોના શરીર હાલના સમયમાં બીમારીનું ઘર બની ગયું છે.

કેટલાક લોકો લીવર હાર્ટ જેવા અનેક અંગોની બીમારી થી પીડાય રહ્યા છે.

ત્યારે બાબા રામદેવ દ્વારા મૂળા ખાવાના ફાયદા વિશે મહત્વની માહિતી આપી છે.

તેમણે જણાવ્યું કે સવારે સવારે જે લોકો મૂળા ખાઈ છે એમને લીવર કે કિડનીની સમસ્યા થતી નથી.

આ સાથે તેમણે જણાવ્યું કે પેટની તમામ પ્રકારની સમસ્યા દૂર થશે.

મહત્વનું છે કે બાબાએ એમ પણ કહ્યું કે રાત્રે મૂળા ન ખાવા જોઈએ.

રાત્રે મૂળા ખાવાથી ગેસની સમસ્યા વધી જાય છે આ સાથે અનેક નુકસાન તેમણે જણાવ્યા હતા.

બાબા રામદેવે કહ્યું કે, સારું સ્વાસ્થ્ય રાખવું હોય તો જીવનમાં આહારના નિયમો બનાવવા જોઈએ.  

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.