Technology: સામેની વ્યક્તિને ખબર પણ નહી પડે અને કોલ રેકોર્ડ થઈ જશે, બસ એક ક્લિકમાં કરો આ કામ
આજકાલના મોટાભાગના સ્માર્ટફોનમાં કોલ રેકોર્ડિંગની સુવિધા હોય છે. એન્ડ્રોઇડ અને iPhone બંનેમાં આ ફીચર છે. જો કે, રેકોર્ડિંગ શરૂ થતાં જ બંને પક્ષને ખબર પડે છે કે, કોલ રેકોર્ડિંગ ચાલુ છે. એવામાં જો તમે કોઈ બીજી વ્યક્તિને જાણ કર્યા વગર કોલ રેકોર્ડ કરવા ઈચ્છો છો, તો એન્ડ્રોઇડમાં કેટલીક સેટિંગ્સ બદલીને આ કામ કરી શકો છો.

જણાવી દઈએ કે, આ ફીચર એન્ડ્રોઇડ અને iPhone બંનેમાં છે પણ રેકોર્ડિંગ શરૂ થતાંની સાથે જ સામેના વ્યક્તિને ખબર પડી જાય છે કે કોલ રેકોર્ડિંગ ચાલુ છે. જો તમે ઇચ્છો કે સામેની વ્યક્તિને જાણ ન થાય એ રીતે રેકોર્ડિંગ કરવું છે, તો એન્ડ્રોઇડ ફોનમાં સેટિંગ બદલવાથી આ કામ શક્ય બને છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સેટિંગમાં એક એવો વિકલ્પ મળે છે કે, જ્યાં ક્લિક કરીને તમે કોલ રેકોર્ડિંગ દરમિયાન નોટિફિકેશનને સરળતાથી બંધ કરી શકો છો. આ પ્રોસેસ ખૂબ જ સરળ છે. કોઈ પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે, ફક્ત ફોનની સેટિંગમાં જવું પડશે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોલો કરવી પડશે.

જો તમે પણ નથી ઇચ્છતા કે કોલ રેકોર્ડ કરતી વખતે બીજી વ્યક્તિને નોટિફિકેશન મળે, તો તમારા સ્માર્ટફોનમાં કોન્ટેક્ટ એપ ખોલો. ત્યારબાદ તમને જમણી બાજુ ત્રણ ડોટ આઇકોન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી તમારે સેટિંગમાં આવતા ઓપ્શન પર જવાનું રહેશે. હવે તમારે કોલ સેટિંગમાં જઈને કોલ રેકોર્ડિંગના એક ઓપ્શન ક્લિક કરવાનું રહેશે.

આ પછી તમને સામે ઘણા બધા ઓપ્શન્સ જોવા મળશે. જેમાં તમને 'Play Audio tone instead of disclaimer'નો ઓપ્શન દેખાશે. આ ઓપ્શનની સામે આવતા ટૉગલ પર ક્લિક કરીને તેને બંધ કરો.

હવે જ્યારે તમે કોલ રેકોર્ડ કરશો, ત્યારે તમને બંને બાજુ બીપનો અવાજ સંભળાશે. આનાથી સામેની વ્યક્તિને ખબર નહીં પડે કે આ અવાજ શેના માટેનો હતો. આ થયા બાદ તમે સરળતાથી કોલ રેકોર્ડ કરી શકશો. તમે તમારા Android સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં જઈને આ ઉપાય ટ્રાય કરી શકો છો.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
