Relationship : કપલ વચ્ચે ખુબ જરુરી છે ફિઝિકલ ઈન્ટિમેન્સી, જાણો આ સંબંધને કઈ રીતે મજબુત બનાવે છે
કોઈપણ સંબંધ માટે આત્મીયતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ફક્ત શારીરિક સંબંધ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે કપલ વચ્ચે ઈમોશનલ બોન્ડિંગનો આધાર પર બને છે.આત્મીયતા (Intimacy)થી સંબંધો મજબુત હોવાની સાથે સાથે વિશ્વાસ પણ ઉભો કરે છે.

આત્મીયતા (Intimacy)ની ઉણપથી સંબંધોમાં તિરાડ પડવાનું શરુ થઈ જાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, હેલ્ધી સંબંધો રાખવા માટે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.હેલ્ધી અને મેચ્યોર સંબંધોને જાળવી રાખવા માટે ઈમોશનલ ઈન્ટિમેન્સી જરુરી માનવામાં આવે છે.જો કપલ એકબીજા સાથે ખુલીને વાત કરવામાં અચકાતા હોય અને એકબીજા સાથે પોતાના વિચારો શેર ન કરે, તો સંબંધોમાં અંતર આવવું નિશ્ચિત છે.

"આત્મીયતા" નો અર્થ થાય છે કોઈની સાથે ગાઢ, વ્યક્તિગત અથવા રોમેન્ટિક સંબંધ હોવો, અથવા કોઈની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલ હોવું.એક હેલ્ધી સંબંધોની ઓળખ થાય છે કે, એક-બીજા સામે ખુલ્લીને વાત રાખે. પાર્ટનરની સામે પોતાની વાત કહેવાનો મનમાં કોઈ ડર ન હોય. એક મજબુત સંબંધો માટે ફિઝિકલ અને ઈમોશનલ ઈન્ટિમેન્સીમાં બેલેન્સ બનાવી રાખવું જરુરી છે.

ગળે લાગવું અને કિસ કરવું ભલે સામાન્ય લાગે પરંતુ આ સંબંધને મજબુત બનાવે છે. પાર્ટનરને પ્રેમની સાથે વિશ્વાસનો પણ અહેસાસ કરાવે છે.સાથે તમારા જીવનમાં તેનું મહત્વનો વિશ્વાસ અપાવે છે. આ નાના-નાના ભાવ શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી નિકટતાની લાગણી ઉભી કરે છે. તે કપલ વચ્ચેના બંધનને મજબૂત બનાવે છે.

ઈન્ટિમેન્સીને રિલેશન એક પ્રકારનું વાઈફાઈ સમજી લો. એટલે કે, વાઈફાઈ ઈન્ટિમેન્સી દ્વારા એકબીજા સાથે સંબંધો જોડાયેલા રહે છે. આના વગર વાતચીતમાં પણ એકલતાપણું લાગે છે. જ્યારે ઈન્ટિમેન્સીથી તમે દુર થઈ જાવ છો તો કપલ વચ્ચે સંબંધોમાં પણ તિરાડ જોવા મળે છે.

કપલ વચ્ચે એક પડકારજનક સમય પણ આવે છે. જે સ્થિતિ કોઈ એકને કાં પછી બંન્નેની લાઈફમાં સાથે આવી શકે છે. કેટલીક વખત વર્કપ્લેસ પર પ્રેશરના કારણે કે અન્ય કોઈ કારણોસર પણ સ્ટ્રેસ આવી જાય છે. આવા તણાવને દુર કરવા માટે ઈન્ટિમેન્સી મદદગાર સાબિત થાય છે.

જે મુશ્કેલ સમયમાં સંબંધોને મજબુત બનાવે છે. જેનાથી પડકારનો સામમનો કરવાનું સાહસ મળે છે. ખરાબ સમયમાં એવું લાગે કે, જીવન કેટલું અધરું છે પણ તમે એકલા નથી. આવી અનેક મુશ્કેલ પરિસ્થિતિમાં આ વ્યક્તિ જે તમારો સાથ દેવા માટે તૈયાર હોય છે.

ઈન્ટિમેન્સી માત્ર ફિઝિકલ આકર્ષણ સુધી સીમિત નથી પરંતુ આનાથી વધારે ઈમોશનલ જોડાવ પણ જોવા મળે છે. જે કપલ વચ્ચે વિશ્વાસ ઉભો કરે છે. કોઈ પણ ડર વગર એકબીજા પોતાની દરેક વાત શેર કરી શકે. આવું કરવાથી બંન્ને વચ્ચે વિશ્વાસ વધે છે.
Tv9 ગુજરાતી પર રિલેશનશિપ તેમજ લાઈફસ્ટાઈલની સ્ટોરી વાંચવા માટે તમે આ પેજને ફોલો કરી શકો છો.
