10 રૂપિયાની ફેસ વેલ્યુવાળી કંપની આપી રહી છે 7 રૂપિયા ડિવિડેન્ડ, જાણો રેકોર્ડ ડેટ
હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે શેરધારકો માટે સારા સમાચાર આપ્યા છે. કંપનીએ પ્રતિ ઇક્વિટી શેર પર ₹7 (ફેસ વેલ્યુ ₹10ના 70%)ના અંતિમ ડિવિડેન્ડની જાહેરાત કરી છે.

હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે શેરધારકો માટે સારા સમાચાર આપ્યા છે. કંપનીએ પ્રતિ ઇક્વિટી શેર પર ₹7 (ફેસ વેલ્યુ ₹10ના 70%)ના અંતિમ ડિવિડેન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડેન્ડ 38મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરી અને લાગુ પડતા કર બાદ જ ચૂકવાશે.

કંપનીએ જણાવ્યું છે કે ₹7 નો ડિવિડેન્ડ શેરધારકોની મંજુરી બાદ ચૂકવાશે. ચુકવણી દરમિયાન લાગુ પડતો આવકવેરો કપાશે.

આ ડિવિડેન્ડ માટે રેકોર્ડ તારીખ બુધવાર, 6 ઑગસ્ટ 2025 નક્કી કરવામાં આવી છે. એટલે કે, આ તારીખે જેના નામે શેર રહેશે, તે શેરધારકોને ડિવિડેન્ડનો લાભ મળશે.

હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડ ગુજરાતસ્થિત એક જાણીતી એનિમલ હેલ્થકેર કંપની છે. કંપની પશુઓના આરોગ્ય માટે વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પૂરું પાડે છે.


ડિવિડન્ડની વાત કરીએ તો, આ વખતે પ્રતિ શેર 6 રૂપિયાનું ડિવિડન્ડ કંપનીના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ છે. અગાઉ, જુલાઈ 2024 દરમિયાન, કંપનીએ 5 રૂપિયા અને જુલાઈ 2023 માં 4 રૂપિયા પ્રતિ શેરનું અંતિમ ડિવિડન્ડ આપ્યું હતું. પરંતુ, આ વખતે કંપનીએ 6 રૂપિયા પ્રતિ શેરના દરે ડિવિડન્ડની જાહેરાત કરી છે. આનો અર્થ એ છે કે બધા શેરધારકો તેમની પાસેના દરેક શેર પર 6 રૂપિયાનું ડિવિડન્ડ મેળવી શકશે.
(ડિસ્ક્લેમર: TV9 Gujarati કોઈપણ 'સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ કે IPO'માં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અહીં ફક્ત સ્ટોક વિશેની માહિતી આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.)
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો
