Honda Activaની વધી મુશ્કેલી ! હીરોનું આ શાનદાર સ્કૂટર 80 હજારથી પણ ઓછી કિંમતમાં થયું લોન્ચ
ટુ-વ્હીલર ઉત્પાદક Hero MotoCorp એ પ્લેઝર પ્લસ સ્કૂટરનું નવું વેરિઅન્ટ પ્લેઝર પ્લસ Xtec સ્પોર્ટ્સ લોન્ચ કર્યું છે. આ સ્કૂટરને Abrax ઓરેન્જ બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. Pleasure Plus Xtec સ્પોર્ટ્સની ડિઝાઇન હાલના મોડલ જેવી જ છે, પરંતુ મિરર્સમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે તે ક્રોમ ફિનિશને બદલે મેટ ફિનિશ આપવામાં આવ્યું છે.

ટુ-વ્હીલર ઉત્પાદક Hero MotoCorp એ પ્લેઝર પ્લસ સ્કૂટરનું નવું વેરિઅન્ટ પ્લેઝર પ્લસ Xtec સ્પોર્ટ્સ લોન્ચ કર્યું છે. આ સ્કૂટરને Abrax ઓરેન્જ બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

Pleasure Plus Xtec સ્પોર્ટ્સની ડિઝાઇન હાલના મોડલ જેવી જ છે, પરંતુ મિરર્સમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે તે ક્રોમ ફિનિશને બદલે મેટ ફિનિશ આપવામાં આવ્યું છે.

ફીચર્સની દ્રષ્ટિએ પ્લેઝર પ્લસ Xtec સ્પોર્ટ્સ અન્ય Xtec વેરિઅન્ટ્સ જેવું જ છે. આ ટુ-વ્હીલર એનાલોગ સ્પીડોમીટર અને ડિજિટલ ઇનસેટ સાથે સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ આપવામાં આવ્યું છે. કન્સોલમાં સ્માર્ટફોન માટે બ્લૂટૂથ કનેક્ટિવિટી છે, જે કોલ/SMS એલર્ટ જેવી સુવિધાઓ આપે છે.

Hero પ્લેઝર પ્લસ Xtec Sportsના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે 110.9cc એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિનથી સજ્જ છે, જે 8.1 ps પાવર અને 8.7 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. એન્જિન પણ CVT ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

હવે આ સ્કૂટર 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. નવા વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 79,738છે, જે બેઝ વેરિઅન્ટ કરતાં રૂ. 8,900 વધુ છે. Hero પ્લેઝર પ્લસ Xtec ભારતીય બજારમાં Honda Activa 6G અને TVS Jupiter સાથે સ્પર્ધા કરશે. (Image -Hero)
