Breaking News: દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી અંગે ‘મોટો નિર્ણય’, હવે મંજૂરી ફરજિયાત અને ભોગ-ધ્વજાજી ઉત્સવ માટે ‘2,500 રૂપિયા’ ફી નક્કી
દ્વારકા સ્થિત જગત મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંદિર પરિસરમાં ફોટો-વીડિયો માટે પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે અને ખાસ પ્રસંગોની ફોટોગ્રાફી માટે 2,500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.
દ્વારકા સ્થિત જગત મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીને લઈને દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ, હવે મંદિર પરિસરમાં ફોટો પાડવા કે વીડિયો ઉતારવા માટે વ્યવસ્થાપકની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.
આ ઉપરાંત, ભોગ-મનોરથ અને ધ્વજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2,500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. સમિતિના નિર્ણય અનુસાર, સંસ્થા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકૃત ફોટોગ્રાફર દ્વારા જ જરૂરી શરતોને આધીન રહીને ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી આપવામાં આવશે.
Breaking News : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો, રાજકીય કારકિર્દી ખતમ કરવાની આપી ધમકી! જુઓ Video
Follow Us
Latest Videos
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર

