22 નવેમ્બરના મહત્વના સમાચાર: ગોંડલ APMCમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાને લઈને વિવાદ, APMCના ચેરમેન અલ્પેશ ઢોલરીયા અને જગદીશ સાટોડિયા આમને-સામને
આજે 22 નવેમ્બર રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જુનાગઢઃ કેશોદના બાલાગામ પાસે ભીષણ અકસ્માત, 3નાં મોત
જુનાગઢના કેશોદના બાલાગામ પાસે ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો છે. ઓવરસ્પીડમાં આવતી કાર ખમીદાણા ગામના પાટિયા પાસે વળાંકવાળા રસ્તા પર પથ્થર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી હતી. કારમાં સવાર ચાર લોકોમાંથી બે પુરુષ અને એક મહિલા સહિત ત્રણનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જૂનાગઢથી માધવપુર જતી વખતે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાજસ્થાનમાં બે અલગ-અલગ ગમખ્વાર અકસ્માત, 12નાં મોત
રાજસ્થાનમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મોત થયા છે, જ્યારે 21થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રથમ અકસ્માત કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર સર્જાયો હતો. કારની ટ્રક સાથે ટક્કર થતાં બાળક સહિત 9 લોકોનાં મોત થયા હતા. ખાટુ શ્યામનાં દર્શન કરી મહારાષ્ટ્ર પરત ફરી રહેલા પરિવારને આ અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજો અકસ્માત જોધપુરમાં કાર અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે થયો હતો. જેમાં 3 લોકોનાં મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
-
-
ડાંગઃ હાડોળ ગામે ડોંગરે દેવની ભવ્ય ઉજવણી, આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના હાડોળ ગામે આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર ડોંગરે દેવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કાર્તિકી પૂનમના એક સપ્તાહ અગાઉથી જ ઉત્સવની શરૂઆત થાય છે. પરંપરાગત વાદ્યોના તાલે નૃત્ય અને ડુંગર દેવના પૂજન સાથે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટે છે. ભક્તો ડુંગરના ગઢ પર ચઢી દર્શન કરી પરિવારની સુખ-શાંતિ, સારા વરસાદ અને મબલખ પાક માટે પ્રાર્થના કરે છે. આધુનિક યુગમાં પણ આ ઉજવણી આદિવાસી સમાજની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાને જીવંત રાખી રહી છે.
-
સુરતઃ રખડતા શ્વાનનો આતંક, બાળકોની સુરક્ષા સામે સવાલ
સુરતના પાંડેસરા, બમરોલી અને વડોદ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. પાંડેસરામાં રખડતા શ્વાને એક બાળક પર હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. મનપાની શ્વાન પકડવાની કામગીરી સામે પણ સવાલો ઊઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે. એટલું જ નહીં, રખડતા શ્વાનનું યોગ્ય રસીકરણ પણ થતું નથી. કેટલાક શ્વાન હડકાયા બનતા સ્થાનિકો અને નાના બાળકો હુમલાનો ભોગ બની રહ્યા છે. ત્યારે મનપાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
-
કચ્છઃ ભુજ-ખાવડા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત
કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર વેકરિયા રણ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રેલર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 7 સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. અકસ્માતમાં મૂળ ઉત્તરાખંડના આર્મીમેન સૌરવસિંહ નેગી અને તેમનો પરિવાર ભોગ બન્યો છે. મૃતકોમાં અઢી મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. ધોરડોથી ભુજ પરત ફરતી વખતે પરિવારને અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં SP વિકાસ સુંડા સહિત પોલીસ ટીમ સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આર્મી જવાનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
-
આજે 22 નવેમ્બર રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Nov 22,2026 11:08 AM

