Happy Birthday deepika padukone : દીપિકા પાદુકોણે શાહરૂખ ખાનની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ , હવે પ્રોડ્યુસર તરીકે કમાઈ રહી છે નામ

દીપિકા પાદુકોણ બોલિવૂડની પ્રતિભાશાળી એક્ટ્રેસ પૈકી એક છે. તેણે તેની કારકિર્દીમાં એક કરતા વધુ શાનદાર પ્રદર્શન કર્યું છે. આજે, દીપિકાના જન્મદિવસ પર અમે તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો જણાવીએ છીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 7:07 AM
દીપિકા પાદુકોણની ગણના બોલિવૂડની ટોપ એક્ટ્રેસ  પૈકી એકમાં થાય  છે. તેણે તેની કરિયરમાં એકથી એક  સારી ફિલ્મો કરી છે. તેની મોટાભાગની ફિલ્મો પણ હિટ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેત્રી બનતા પહેલા દીપિકા પણ તેના પિતા બેડમિન્ટન ચેમ્પિયન પ્રકાશ પાદુકોણની જેમ બેડમિન્ટન ખેલાડી હતી. દીપિકા બાળપણથી જ બેડમિન્ટન રમતી હતી. પરંતુ પછી તેણે 16 વર્ષની ઉંમરે મોડલિંગમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું.

1 / 5
એક્ટિંગમાં કરિયર બનાવતા પહેલા દીપિકાએ ઘણા મોડલિંગ અસાઇનમેન્ટમાં કામ કર્યું હતું. આ પછી વર્ષ 2007માં દીપિકાએ ફિલ્મ ઓમ શાંતિ ઓમથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. દીપિકાએ પહેલી જ ફિલ્મથી બધાના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં હતો. આના એક વર્ષ પહેલા એટલે કે વર્ષ 2006માં દીપિકાએ કન્નડ ફિલ્મ ઐશ્વર્યામાં કામ કર્યું હતું.

2 / 5
આ પછી દીપિકાએ બચના એ હસીનો, ચાંદની ચોક ટુ ચાઈના, બિલ્લુ, કાર્તિક કોલિંગ કાર્તિક, હાઉસફુલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ ફિલ્મ કોકટેલ કર્યા પછી દીપિકાની કરિયરમાં વળાંક આવ્યો હતો. આ પછી તેણે યે જવાની હૈ દીવાની, ચેન્નાઈ એક્સપ્રેસ, ગોલિયોં કી રાસલીલા રામ-લીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત અને છપાક જેવી હિટ ફિલ્મો આપી હતી.

3 / 5
આ પછી દીપિકાએ હોલીવુડમાં પણ કામ કર્યું અને વિન ડીજોનની ફિલ્મ xXx Return of Xander Cage માં પણ કામ કર્યું. પહેલી જ ફિલ્મથી દીપિકાએ ધમાલ મચાવી દીધી હતી.

4 / 5
ફિલ્મોમાં એક્ટિંગ  કર્યા બાદ હવે દીપિકાએ પણ ગયા વર્ષથી નિર્માતા તરીકે કામ શરૂ કર્યું છે. દીપિકાએ ફિલ્મ 83 પ્રોડ્યુસ કરી છે જેમાં પતિ રણવીર સિંહે કામ કર્યું છે. ફિલ્મને ખૂબ જ સારા રિવ્યુ મળ્યા છે અને દીપિકાના વખાણ પણ થયા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">