Women’s Health : દરેક છોકરીને ખબર હોવી જોઈએ કે હનીમૂન સિસ્ટીટીસ શું છે?
હનીમૂન સિસ્ટીટીસ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ મોટાભાગની મહિલાઓ આના વિશે જાણતી નથી. મહિલાઓ આ વિશે વાત કરતા પણ ડરતી હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ હનીમૂન સિસ્ટીટીસ શું છે અને તેના લક્ષણો શું છે.

લગ્ન બાદ મહિલાઓને અનેક શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાંથી એક સમસ્યા છે હનીમૂન સિસ્ટીટીસ છે. આ સમસ્યા ખાસ કરીને એ મહિલાઓમાં થાય છે. જે લગ્ન બાદ પહેલી વખત શારીરિક સંબંધ બાંધે છે.

હનીમૂન સિસ્ટીટીસ એક પ્રકારનો ચેપ (UTI) છે. આ સમસ્યા નવી પરિણીત મહિલાઓમાં વધુ જોવા મળે છે.પેશાબ કરતી વખત બળતરા થવી, પેશાબમાં લોહી આવવું તેવી સમસ્યા સામે આવે છે. આ સ્થિતિને એક પ્રકારનું મૂત્ર માર્ગ સંક્રમણ માનવામાં આવે છે, જે શારીરિક સંબંધો દરમિયાન વધી શકે છે.

હનીમૂન સિસ્ટીટીસ વિશે વિસ્તારથી જાણો

આ વાત ખુબ સામાન્ય છે પરંતુ ધણી વખત આના વિશે મહિલાઓ હંમેશા વાત કરતા સંકોચાય છે. જેનાથી સારવારમાં વિંલબ થઈ શકે છે. આ સ્થિતિ શારીરિક અસહજતાના કારણે બને છે પરંતુ માનસિક તણાવ પણ ઉભો કરી શકે છે.

હનીમૂન સિસ્ટીટીસ એક પ્રકારનું યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન છે. જે શારીરિક સંબંધો બાંધ્યા બાદ મહિલાઓને પ્રભાવિત કરે છે. આ ઈન્ફેક્શન ત્યારે થાય છે. જ્યારે બેક્ટીરિયા યુરીનરી ટ્રેક્ટમાં પ્રવેશ કરી જાય છે. મોટાભાગે આ સમસ્યા કેટલાક દિવસો કે અઠવાડિયા સુધી રહી શકે છે.

હનીમૂન સિસ્ટીટીસનું મુખ્ય કારણ શારીરિક સંબંધો દરમિયાન પેશાબની નળીમાં બેક્ટેરિયાનો પ્રવેશ છે. આ ઉપરાંત, સ્વચ્છતાનું ધ્યાન ન રાખવાથી પણ તેનું જોખમ વધે છે. હનીમૂન ,સિસ્ટીટીસથી બચવા માટે શારીરિક સંબંધો બાંધતા પહેલા અને બાદમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું.

જો તમને પણ લાગે કે, તમે હનીમૂન સિસ્ટીટીસની ઝપેટમાં આવ્યા છે. તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. લગ્ન પછી જાતીય પ્રવૃત્તિમાં અચાનક વધારો થવાથી સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. જેના કારણે બેક્ટેરિયા વધી શકે છે અને શરીરમાં પ્રવેશ કરી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
