Women’s health : પીરિયડ્સ પહેલા અને પછી આવી રહ્યુ છે સફેદ પાણી ? તો ડોક્ટર પાસેથી જાણો આ નોર્મલ છે કે નહી
કેટલીક મહિલાઓને પીરિયડ્સ પહેલા વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે. તો કેટલીક મહિલાઓની એવી પણ સમસ્યા હોય કે, તેમને પીરિયડ્સ બાદ વ્હાઈટ ડિસચાર્જ થાય છે.જો તમને પણ આવું થઈ રહ્યું છે. તો જાણો આની પાછળ કારણ શું છે.

મોટાભાગની મહિલાઓને પીરિયડ્સ પહેલા અને પછી વ્હાઈટ ડિસ્ચાર્જ એટલે કે, સફેદ પાણી આવે છે. હંમેશા વ્હાઈટ ડિસ્ચાર્જને લઈ મહિલાઓના મનમાં અનેક પ્રકારના સવાલો આવે છે. આવું કેમ થાય છે?

આની પાછળ શું કારણ જવાબદાર છે. કેટલીક મહિલાઓને પીરિયડ્સ પહેલા વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે. તો કેટલીક મહિલાઓને પીરિયડ્સ પછી સફેદ પાણીનો સામનો કરવો પડે છે.

જો તમને પણ આવી સમસ્યા છે તો પરેશાન થવાની જરુર નથી. આજે આપણે ડોક્ટર પાસેથી વિસ્તારથી સમજીએ. પીરિયડ્સ પહેલા અને પછી વ્હાઈટ ડિસ્ચાર્જ એક સામાન્ય શારીરિક પ્રકિયા છે. જે હોર્મોનલમાં ફેરફાર થવાના કારણે થાય છે. આ સ્ત્રાવ ગર્ભાશય ગ્રીવા અને યોનીની સફાઈની સુરક્ષામાં મદદ કરે છે. પીરિયડ્સના ચક્રમાં સ્ત્રાવની માત્રા અને બનાવટમાં ફેરફાર થઈ શકે છે.

પીરિયડ્સ પહેલા વ્હાઈટ ડિસ્ચાર્જમાં થાય છે. તે પ્રોજેસ્ટેરોન હોર્મોનના પ્રભાવથી થાય છે.જે પીરિયડ્સ પછી પાતળું થઈ જાય છે કારણ કે, આ સમયે શરીર એસ્ટ્રોજન હોર્મોનનો સ્ત્રાવ વધે છે. જો ડિસ્ચાર્જ કોઈ દુખાવા કે દુર્ગંધ કે ખંજવાળ આવી રહી છે. તો તે સામાન્ય છે.

જો સફેદ સ્રાવમાં દુર્ગંધ, ખંજવાળ, બળતરા અથવા રંગમાં ફેરફાર (જેમ કે લીલો કે પીળો) હોય, તો તે ચેપ અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે જેને ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. સ્વસ્થ આહાર, સ્વચ્છતા અને પૂરતું પાણી પીવાથી યોનિમાર્ગનું સ્વાસ્થ્ય જાળવી શકાય છે.

જો તમને વ્હાઈટ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. અને તેનો રંગ ભૂરો કે પીળો છે.તો આને નજર અંદાજ ન કરો અને ડોક્ટરની સલાહ લો.જો સ્રાવ જાડો, ગઠ્ઠોવાળો આવે તો તેની સાથે ખંજવાળ, બળતરા અથવા દુખાવો હોય, તો તે યીસ્ટ ચેપ અથવા અન્ય ચેપી સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આ સ્થિતિમાં, ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































