Women’s health : શું પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ સલામત છે? ડૉક્ટર પાસેથી જાણો
સામાન્ય રીતે મોટા ભાગના લોકો પીરિયડ્સમાં શારીરિક સંબંધ બાંધવાથી દુર રહે છે. કારણ કે, એવું માનવામાં આવે છે કે, આ દિવસો દરમિયાન સંક્રમણનું રિસ્ક વધારે રહે છે. તો ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી વધારે વિગતો.

પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ કરવાથી મોટાભાગના લોકો દુર રહે છે. જો આપણે મહિલાઓની વાત કરીએ તો તેમને પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાનું પસંદ નથી, જેની પાછળ અનેક કારણો છે જેમ કે, પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ક્રૈપ્સ હોય છે. પેટ, કમરનો દુખાવો, મુડ સ્વિંગ થવું, દુખાવો થવો વગેરે.

કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન એટલો દુખાવો થાય છે કે, તે કામકાજથી દુર રહી આરામ કરે છે.આવી સ્થિતિમાં શારીરિક સંબંધ બાંધવો મહિલાઓ માટે યોગ્ય નથી.

જોકે, પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ બાંધતી સ્ત્રીઓની સંખ્યા પણ ઓછી નથી. આવી સ્થિતિમાં, દરેક સ્ત્રી અને પુરુષ માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે શું પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ યોગ્ય છે? ચાલો જાણીએ કે ગાયનેકોલોજી આ વિશે શું કહે છે.

પીરિયડ્સમાં મોટાભાગની મહિલાઓ અનેક પરેશાનીઓમાંથી પસાર થાય છે.પરંતુ, એમ કહેવું ખોટું નહીં હોય કે પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ બાંધવો સંપૂર્ણપણે સલામત છે. આ અંગે, ડૉક્ટર કહે છે, "પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ સલામત છે.

ઘણા અભ્યાસો એ પણ સાબિત કરે છે કે મેંસ્ટ્રુઅલ બ્લ્ડથી શારીરિક સંબંધ કોઈ સમસ્યા પેદા કરતું નથી, તેના બદલે તે યોનિમાર્ગનું લુબ્રિકેશન જાળવી રાખે છે." ડૉક્ટર આગળ કહે છે, "પરંતુ, પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ બાંધતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે.

ઉદાહરણ તરીકે, જો સ્ત્રીને વધારે બ્લીડીંગ થઈ રહ્યું હોય, દુખાવો થઈ રહ્યો હોય અથવા શારીરિક સંબંધ દરમિયાન દુખાવો થઈ રહ્યો હોય, તો આવી સ્થિતિમાં શારિરીક સંબંધ બાંધવો સલામત નથી. આ સ્ત્રીના સ્વાસ્થ્યને બગાડી શકે છે."

હવે આપણે પીરિયડ્સ દરમિયાન શારિરીક સંબંધના નુકસાન વિશે વાત કરીએ તો, પીરિયડ્સ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી એસટીઆઈ રિસ્ક ખુબ વધારે રહે છે. આ માટે પીરિયડ્સમાં કોણ પણ સેફ્ટી વગર શારીરિક સંબંધ બાંધવો યોગ્ય નથી.

પીરિયડ્સમાં મહિલાઓની યોનીમાં પીએચ સ્તર બદલી જાય છે. ત્યારે ઈન્ફેક્શનનું રિસ્ક પણ વધી જાયછે. જો તમને કે તમારા પાર્ટનરને એસટીઆઈ છે. તો પીરિયડ્સમાં શારીરિક સંબંધ બાંધવાથી દુર રહેવું, એ નુકસાનકારક હોય શકે છે.

સીડીસી (સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) અનુસાર, STI અને HIVનું જોખમ વધે છે. પીરિયડ્સમાં HIV વાયરસ હાજર હોઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો જોખમ ઘટાડવા માટે કોન્ડોમના ઉપયોગ કરવાની સલાહ આપે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
