Women’s health : મહિલાઓએ વજાઈના સાથે જોડાયેલા આ સંકેતોને ક્યારે પણ નજર અંદાજ ન કરો
શું તમને ખબર છે કે, વજાઈના ડિસ્ચાર્જ, ઈન્ફેક્શન અને દુખાવો મહિલાઓના સ્વાસ્થ વિશે ધણું કહી જાય છે.વજાઈના હેલ્ધી છે કે, કોઈ ગંભીર બીમારીની શરુઆત થઈ ચૂકી છે. આ બધું તમને કેટલાક સંકેતો દ્વારા જાણ થાય છે.

મહિલા માટે સ્વસ્થ વજાઈના હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ફક્ત પ્રજનન સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. વજાઈનામાં ઈન્ફેક્શન અથવા અન્ય લક્ષણો પણ ગંભીર રોગનો સંકેત હોઈ શકે છે.તે સ્ત્રીઓના પ્રજનન તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે.આવી સ્થિતિમાં,તેની ખાસ કાળજી લેવી વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

કેટલીક સ્ત્રીઓને ખબર નથી હોતી કે, તેમની યોનિમાર્ગ સ્વસ્થ છે કે તેમાં ચેપ કે ગંભીર રોગ શરૂ થયો છે,પરંતુ,કેટલાક ખાસ લક્ષણો ઓળખીને, તમે સરળતાથી શોધી શકો છો અને કોઈપણ મોટી સમસ્યાથી બચી શકો છો.આના વિશે આપણે વિસ્તારથી ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.

કેટલીક મહિલાઓને પ્રશ્ન હોય છે કે, તેને કઈ રીતે જાણ થાય કે, તેની વજાઈનામાં કોઈ ગંભીર બીમારી છે.જો તમારી વજાઈનામાંથી સફેદ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. તો આ એક નોર્મલ અને હેલ્ધી વજાઈનાના સંકેત છે. ધ્યાન રાખો કે, નોર્મલ ડિસ્ચાર્જ વજાઈનાને ચોખ્ખી રાખવાનું કામ કરે છે.

જો યુરિન વખતે કોઈ દુખાવો કે, બળતરા થાય અને ખંજવાળ આવે તો આ અનહેલ્ધી વજાઈનાના સંકેત છે. વજાઈના યુરિનરી ટ્રૈક્ટમાં ઈન્ફેક્શન થવાનું કારણ હોય શકે છે.યુરિન સરળતાથી પાસ થાય તો આ હેલ્ધી વજાઈનાના સંકેતો છે.

હેલ્ધી વજાઈનામાં કોઈ પણ પ્રકારની સ્મેલ આવતી નથી. જો વજાઈનામાંથી વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે તેમાંથી દુર્ગંધ આવી રહી છે તો તે વજાઈનલ ઈન્ફેક્શન હોય શકે છે.

જો તમને તમારી વજાઈનામાં ફોલ્લીઓ થઈ અથવા તમને તમારી વજાઈનામાંથી અસામાન્ય રક્તસ્ત્રાવ થાય, તો તે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.સ્વસ્થ વજાઈનામાં ખંજવાળ આવતી નથી,બળતરા કે ફોલ્લીઓ થતી નથી. આ ફંગલ ચેપ અથવા એલર્જીનો સંકેત હોઈ શકે છે.

જો પીરિયડ્સ રેગ્યુલર હોય,તોદુખાવો કે ભારે રક્તસ્ત્રાવ થતો નથી.તો તે સ્વસ્થ ગર્ભાશય અને સ્વસ્થ વજાઈનાની નિશાની છે.વજાઈનાના સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સંકેતોને અવગણશો નહીં જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































