ગીર સોમનાથના ડોળાસાથી ઝાંઝરિયાને જોડતા રોડ સામે ગ્રામજનોમાં ભારે આક્રોષ, 10 વર્ષથી રજૂઆત કરવા છતા રોડ નથી બનતો-Video
ગીર સોમનાથના ડોળાસાથી ઝાંઝરિયાને જોડતા ગામમાં પાકો રોડ બનાવવા માટે ગ્રામજનો દ્વારા આક્રોષ સાથે માગ કરવામાં આવી રહી છે. ગ્રામજનોનું કહેવુ છે કે છેલ્લા 10 વર્ષથી તેઓ અહીં પાકા રોડ માટે રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી બન્યો નથી.
ગીર સોમનાથના ડોળાસા-ઝાંઝરિયા રોડના પ્રશ્નને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. મોટી સંખ્યામાં ગ્રામજનોએ બેનરો સાથે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો. રોડના અભાવે 8થી 10 જેટલા ગામોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો. કલેક્ટર, ધારાસભ્ય અને મંત્રીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં રોડનું કામ શરૂ ન થયું હોવાનો પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો . વહેલી તકે રોડનું નિર્માણ શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો અને ગ્રામજનોએ માગ કરી. જો આગામી સમયમાં રોડનું કામ તાત્કાલિક શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી.
ગામલોકોનું કહેવુ છે કે તેમને મંત્રી પ્રદ્યુમન વાઝાને પણ આ અંગે રજૂઆત કરી છે. વર્ષોથી અહી રોડ બનાવવાની માગ છે. મંત્રીઓ માત્ર આશ્વાસન આપે છે પરંતુ રોડ બનતો નથી. બે તાલુકાને જોડતો માર્ગ સાવ બિસમાર હાલતમાં છે અને અહીંથી પસાર થવામાં પણ અકસ્માતનો ભય રહે છે. ત્યારે વ્હેલાસર આ રોડ નિર્માણનું કામ શરૂ કરવામાં આવે તેવી ગામલોકો એકીસૂરે માગ કરી રહ્યા છે.
ભાદરવી પૂનમના દિવસે જ કેમ અંબાજી પહોંચે છે લાખો ભક્તો? જાણો પદયાત્રા પાછળની રસપ્રદ માન્યતા અને ઈતિહાસ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
