AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy Indo Pacific: ઇન્ડો-પેસિફિકમાં ભારતીય નૌસેનાની તાકાતનું પ્રદર્શન, સમુદ્રી સુરક્ષા માટે એક મંચ પર આવ્યા 6 દેશો

ભારત અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશો વચ્ચે સમુદ્રી સુરક્ષા સહયોગ વધુ મજબૂત કરવાના હેતુથી ભારતીય નૌસેનાના સ્ટીલ્થ ફ્રિગેટ INS સહ્યાદ્રિ અને મિસાઇલ કોર્વેટ INS કુલીશે ફિલિપાઇન્સના સુબિક બે ખાતે આયોજિત ADMM-પ્લસ બહુપક્ષીય સંયુક્ત કવાયતમાં ભાગ લીધો હતો.

Indian Navy Indo Pacific: ઇન્ડો-પેસિફિકમાં ભારતીય નૌસેનાની તાકાતનું પ્રદર્શન, સમુદ્રી સુરક્ષા માટે એક મંચ પર આવ્યા 6 દેશો
| Updated on: Sep 27, 2026 | 9:46 PM
Share

ભારતીય નૌકાદળે ભારત અને સમગ્ર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશો વચ્ચે સમુદ્રી સુરક્ષા સહયોગને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ બહુપક્ષીય (મલ્ટીલેટરલ) કવાયતમાં ભાગ લીધો હતો. આ મિશન અંતર્ગત ભારતીય નૌસેનાના અગ્રણી યુદ્ધજહાજ INS સહ્યાદ્રિ અને મિસાઇલ કોર્વેટ INS કુલીશે ફિલિપાઇન્સના સુબિક બે (Subic Bay) ખાતે યોજાયેલી ‘ADMM-પ્લસ એક્સપર્ટ્સ વર્કિંગ ગ્રૂપ ઓન મેરીટાઇમ સિક્યોરિટી જોઈન્ટ કોઓપરેશન એક્ટિવિટી’ માં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ મહત્વકાંક્ષી સંયુક્ત કવાયત 25 સપ્ટેમ્બરના રોજ સંપન્ન થઈ હતી.

આ સંયુક્ત સહયોગ કવાયત 21 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી, જેનું યજમાનપદ ફિલિપાઇન્સ નૌસેનાએ સંભાળ્યું હતું અને જાપાન તેમાં સહ-અધ્યક્ષ તરીકે જોડાયું હતું.

હાર્બર ફેઝ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

પ્રથમ તબક્કા એટલે કે હાર્બર ફેઝ દરમિયાન વિવિધ દેશોના સંરક્ષણ નિષ્ણાતોએ સમુદ્રી શાંતિ અને સુરક્ષા, વિવિધ નૌકાદળો વચ્ચે પારસ્પરિક સંકલન (ઇન્ટરઓપરેબિલિટી), વરિષ્ઠ નૌકા નેતૃત્વ અને સમુદ્રી પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરી હતી. આ ઉપરાંત તમામ દેશોના નૌકાદળના જવાનો વચ્ચે રમતગમત સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય દિવસ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

સી-ફેઝ માટે પ્રી-સેલ કોન્ફરન્સ

22 સપ્ટેમ્બરના રોજ ભારતીય નૌસેનાના જવાનો અને અધિકારીઓએ ઓપરેશનલ સિંક્રોનાઇઝેશન તેમજ ટેબલટોપ એક્સરસાઇઝમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ સમુદ્રમાં હાથ ધરાનારા બીજા તબક્કા (સી-ફેઝ) માટે વિગતવાર ‘પ્રી-સેલ કોન્ફરન્સ’ યોજાઈ હતી. આ સિવાય, ભારતીય નૌકાદળના કર્મચારીઓએ ઝામ્બાલેસ સ્થિત ‘શેફર્ડ્સ ઓફ ધ હિલ સેન્ટર’ ખાતે સ્થાનિક કમ્યુનિટી એન્ગેજમેન્ટ પ્રોગ્રામમાં પણ સહભાગી થઈ સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સમુદ્રમાં હાથ ધરાયું 6 દેશોનું સંયુક્ત ઓપરેશન

સમુદ્રી તબક્કા (સી-ફેઝ) દરમિયાન ભારતીય નૌસેના સાથે ફિલિપાઇન્સ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને અમેરિકાની નૌસેનાઓ એકસાથે સમુદ્રમાં ઉતરી હતી. આ દરમિયાન તમામ દળોએ સાથે મળીને:

  • સર્ચ એન્ડ રેસ્ક્યુ (શોધ અને બચાવ અભિયાન)
  • હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ
  • કેઝ્યુઅલ્ટી અને મેડિકલ ઇવેક્યુએશન (ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢવા)
  • ડેક લેન્ડિંગ ક્વોલિફિકેશન
  • સમુદ્રમાં ફસાયેલા કે સંકટગ્રસ્ત જહાજોને સહાય પહોંચાડવી જેવા જટિલ લશ્કરી અભ્યાસો સફળતાપૂર્વક પાર પાડ્યા હતા.

વધુ સારો તાલમેલ અને સંકલન

આ સંયુક્ત અભ્યાસો દ્વારા વિવિધ દેશોના નૌકાદળોએ સમુદ્રમાં કોઈપણ આકસ્મિક કટોકટી કે યુદ્ધ જેવી સ્થિતિ દરમિયાન એકબીજા સાથે ઝડપી સંચાર, પરસ્પર તાલમેલ અને સર્વોચ્ચ સંકલન જાળવવાનો સઘન મહાવરો કર્યો હતો. તેનાથી તમામ સહભાગી દળો વચ્ચે ઓપરેશનલ કોઓર્ડિનેશન અને સંયુક્ત યુદ્ધક્ષમતા વધુ મજબૂત બની છે.

‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અને ‘MAHASAGAR’ વિઝન

ભારતીય નૌસેનાની આ બહુપક્ષીય ભાગીદારી ભારત સરકારની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ (Act East Policy) અને ભારત સરકારના વિઝન MAHASAGAR (Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) ને અનુરૂપ પ્રાદેશિક સમુદ્રી સુરક્ષા અને સહયોગને નવી ઊંચાઈ આપવાની દિશામાં અત્યંત સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.

Ahmedabad Breaking: વાઇબ્રન્ટ નવરાત્રિમાં લાઈનોમાંથી મુક્તિ માટે નિર્ણય,ઓનલાઈન ટોકનથી સીધી એન્ટ્રી મેળવી શકશે, હર્ષ સંઘવીની સ્પષ્ટતા

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
g clip-path="url(#clip0_868_265)">