AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દિવાળી પહેલાં મોંઘા થશે AC, TV, ફ્રિજ અને વોશિંગ મશીન… 5 થી 8% ભાવ વધારાની તૈયારી

દિવાળી અને તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાંથી ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાંબુ, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ક્રૂડ ઓઈલ જેવા કાચા માલના વધતા ભાવ તેમજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઉથલપાથલને કારણે દેશની અગ્રણી ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ કિંમતો વધારવા મજબૂર બની છે.

Breaking News: દિવાળી પહેલાં મોંઘા થશે AC, TV, ફ્રિજ અને વોશિંગ મશીન... 5 થી 8% ભાવ વધારાની તૈયારી
Image Credit source: AI Generated
| Updated on: Sep 27, 2026 | 9:25 PM
Share

તહેવારોની સિઝન પહેલા દેશમાં એર કન્ડીશનર (AC), LED TV, ફ્રિજ, વોશિંગ મશીન જેવી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ 1 ઓક્ટોબરથી તેમની પ્રોડક્ટ્સના ભાવ 5 થી 8 ટકા સુધી વધારવાની તૈયારી કરી રહી છે.

કાચા માલની પડતર કિંમતમાં ‘વધારો’

કંપનીઓના જણાવ્યા અનુસાર, તાંબુ, એલ્યુમિનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક અને ક્રૂડ ઓઈલ સાથે જોડાયેલી વસ્તુઓની વધતી પડતર કિંમતની સાથે-સાથે માલ-સામાનના પરિવહન (ફ્રેટ) ખર્ચ અને વિદેશી મુદ્રામાં ઉતાર-ચડાવના કારણે કિંમતો વધારવી જરૂરી બની ગઈ છે.

આ વર્ષે ત્રીજી તક હશે, જ્યારે કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ ભાવ વધારશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે કાચા માલની પડતર કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) અનુસાર, AC ની કિંમતોમાં જ્યાં લગભગ 5 થી 8 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે. કેટલીક કંપનીઓ વોશિંગ મશીન, રેફ્રિજરેટર અને LED TV ના ભાવ 3 થી 4 ટકા વધારવા જઈ રહી છે. જો કે, કેટલીક કંપનીઓ હજુ પરિસ્થિતિનું આકલન કરી રહી છે.

ઘણી કંપનીઓનું માનવું છે કે, કિંમતો વધારવાથી માંગ પર અસર પડી શકે છે. અન્ય કેટલાકનો અભિપ્રાય છે કે, કિંમત વધારાની અસર મર્યાદિત રહેશે, કારણ કે ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ પાસે પહેલાથી જ જૂના ભાવનો સ્ટોક ઉપલબ્ધ છે.

કિંમતો 4-10 ટકા વધારવાની જાહેરાત

બ્લૂ સ્ટાર, ગોદરેજ અપ્લાયન્સિસ, હાયર, ડાઈકિન અને સુપર પ્લાસ્ટ્રોનિક્સ સહિત ઘણી કંપનીઓ વિવિધ કેટેગરીમાં કિંમતો 4-10 ટકા વધારવાની જાહેરાત કરી ચૂકી છે. LG અને બોશ હોમ કમ્ફર્ટે પણ AC ની કિંમતોમાં લગભગ 5 ટકાનો વધારો કર્યો છે. પેનાસોનિક હજુ કિંમતો વધારવા અંગેની પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે.

કિંમતોમાં 5 થી 7 ટકા સુધીનો વધારો કરવો જરૂરી બન્યો

બ્લૂ સ્ટારના મેનેજિંગ ડિરેક્ટર બી. થ્યાગરાજનનું કહેવું છે કે, કમોડિટીની વધતી કિંમતોના કારણે AC અને ડીપ ફ્રીઝરની કિંમતો પહેલાથી જ 5 થી 8 ટકા વધારી દેવામાં આવી છે. અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે તાંબુ, સ્ટીલ અને પ્લાસ્ટિક સહિતના કાચા માલના ભાવ વધી ગયા છે. કંપની આ વર્ષે અત્યાર સુધીમાં 3 વખત ભાવ વધારી ચૂકી છે.

ગોદરેજ એન્ટરપ્રાઈઝીસ ગ્રુપના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ (અપ્લાયન્સિસ બિઝનેસ) કમલ નંદીએ જણાવ્યું કે, કિંમતોમાં અગાઉના ફેરફાર બાદ કમોડિટીના ખર્ચમાં 8 થી 10 ટકાનો વધારો થયો છે.

એવામાં વિવિધ કેટેગરીમાં કિંમતોમાં 5 થી 7 ટકા સુધીનો વધારો કરવો જરૂરી બન્યો છે. જો કે, જૂના ભાવે ખરીદાયેલો સ્ટોક લગભગ એકથી દોઢ મહિના સુધી માર્કેટમાં ઉપલબ્ધ રહી શકે છે.

‘Haier’ 5 ટકા મોંઘા કરશે ‘AC’

હાયર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ એન.એસ. સતીશનું કહેવું છે કે, કંપની 1 ઓક્ટોબરથી AC ની કિંમતોમાં લગભગ 5 ટકાનો વધારો કરશે. અન્ય પ્રોડક્ટ્સ જેવી કે એલઇડી ટીવી, વોશિંગ મશીન વગેરેની કિંમતોમાં પણ 2 થી 3 ટકાનો વધારો કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, જો કાચા માલની પડતર કિંમત વધતી રહેશે, તો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ ભાવ વધારી શકાય છે.

તેમનું કહેવું છે કે, જો કિંમતો વધારવાથી બચીશું તો નુકસાન થશે. જો કિંમતો વધારીશું તો વેચાણ પર થોડી અસર પડી શકે છે પરંતુ બીજો કોઈ વિકલ્પ નથી.

સતીશના જણાવ્યા મુજબ, તાંબાની કિંમત ગયા વર્ષના લગભગ 8,000-9,000 ડોલર પ્રતિ ટનથી વધીને લગભગ 14,500 ડોલર પ્રતિ ટન સુધી પહોંચી ગઈ છે. એક AC માં સરેરાશ 3 થી 4 કિલોગ્રામ તાંબાનો ઉપયોગ થાય છે. તેથી, તેની સીધી અસર AC ની ઉત્પાદન કિંમત (મેન્યુફેક્ચરિંગ કોસ્ટ) પર પડી રહી છે.

Daikin 16 સપ્ટેમ્બરથી 10 ટકા સુધી વધારી ચૂકી છે કિંમતો

Daikin એરકન્ડીશનિંગ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કનવલજીત જાવાનું કહેવું છે કે, કંપનીએ 16 સપ્ટેમ્બરથી જ કિંમતોમાં 8 થી 10 ટકાનો વધારો કરી દીધો છે. તાંબાની કિંમતોમાં લગભગ 25 થી 35 ટકાનો વધારો થયો છે અને ડોલર મજબૂત થવાથી કંપનીઓ પર ખર્ચનું દબાણ વધુ વધી ગયું છે.

બીજી તરફ, સુપર પ્લાસ્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડે (SPPL) ઓક્ટોબર પછી ટીવીની કિંમતોમાં લગભગ 7 ટકાના વધારાનું આયોજન કર્યું છે. અન્ય હોમ અપ્લાયન્સિસની કિંમતો પહેલાથી જ 4 થી 5 ટકા વધારી દેવામાં આવી છે.

સોનામાં રોકાણ કરવાની આ છેલ્લી તક ? વર્ષ 2026-27 સુધીમાં કિંમતો ક્યાં પહોંચશે ? બેંકના રિસર્ચ રિપોર્ટમાં ‘મોટો ખુલાસો’

Follow Us
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
શાહપુરની રાજાજીની પોળમાં અધૂરા રોડ કામથી ગુણવત્તા પર પ્રશ્નાર્થ
શાહપુરની રાજાજીની પોળમાં અધૂરા રોડ કામથી ગુણવત્તા પર પ્રશ્નાર્થ
g clip-path="url(#clip0_868_265)">