AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે ‘બેસ્ટ નાસ્તો’, મિનિટોમાં બનાવો ટેસ્ટી & હેલ્ધી ‘સ્ટફ્ડ ઓટ્સ પુડલા’

જો તમે વજન ઘટાડવા માંગો છો અથવા હેલ્ધી નાસ્તાનો નવો ઓપ્શન શોધી રહ્યા છો, તો સ્ટફ્ડ ઓટ્સ પુડલા તમારા માટે બેસ્ટ છે. પનીર અને શાકભાજીના પૌષ્ટિક સ્ટફિંગ સાથે બનતો આ નાસ્તો સ્વાદ અને હેલ્થનું અદભુત કોમ્બિનેશન છે.

વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે 'બેસ્ટ નાસ્તો', મિનિટોમાં બનાવો ટેસ્ટી & હેલ્ધી 'સ્ટફ્ડ ઓટ્સ પુડલા'
Image Credit source: AI Generated
| Updated on: Sep 27, 2026 | 10:35 PM
Share

તમે સવારના નાસ્તામાં બેસન કે મગની દાળના પુડલા (ચીલા) તો ઘણી વાર ખાધા હશે. બસ આ વખતે સ્ટફ્ડ ઓટ્સના પુડલા ટ્રાય કરો. ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર આ નાસ્તો તમને દિવસભર એનર્જેટિક રાખવામાં મદદ કરશે.

સાથે જ, આ પુડલા પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે પેટના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે, કારણ કે તેને પચાવવા પણ સરળ છે. જણાવી દઈએ કે, ઓટ્સમાંથી બનતા આ પુડલા શાકભાજી અને પનીરના સ્ટફિંગ સાથે બને છે.

સ્ટફ્ડ ઓટ્સ પુડલા રેસિપી

સામગ્રી

  • 1 કપ ઓટ્સ
  • 2 ચમચી બેસન અથવા ચોખાનો લોટ
  • 1-2 ઝીણા સમારેલા લીલા મરચાં
  • 1 મોટો ચમચો તેલ
  • 1/2 નાની ચમચી હળદર પાવડર
  • 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર (એચ્છિક)
  • 1 ચપટી હિંગ
  • 1 મોટો ચમચો ઝીણી સમારેલી કોથમીર
  • સ્વાદાનુસાર મીઠું

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 1 ચમચી જીરું
  • 2 ચમચી ટુકડા કરેલું પનીર
  • 1/2 કપ બાફેલા લીલા વટાણા
  • 1/2 બાફેલું બટાકું
  • 1 નાની ચમચી ઝીણી સમારેલી ડુંગળી
  • 1 નાની ચમચી ટામેટું
  • 1 નાની ચમચી બાફેલી ફણસી (બીન્સ)
  • 1 ચપટી હિંગ
  • 1/2 નાની ચમચી લાલ મરચું
  • 1/2 નાની ચમચી ચાટ મસાલો અથવા ગરમ મસાલો
  • સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત

  1. સ્ટફ્ડ ઓટ્સ પુડલા બનાવવા માટે સૌથી પહેલા સ્ટફિંગની તૈયારી કરી લો. આ માટે એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરીને જીરું સાંતળો.
  2. ત્યારબાદ ડુંગળી અને ટામેટાં સાથે 1 ચપટી હિંગ, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું અને સ્વાદાનુસાર મીઠું ઉમેરીને 1 મિનિટ સુધી સાંતળી લો.
  3. આ પછી તેમાં 1/2 કપ બાફેલા લીલા વટાણા, 2 ચમચી ટુકડા કરેલું પનીર, 1/2 બાફેલું બટાકું અને 1 નાની ચમચી બાફેલી ફણસી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  4. તેને એક વાસણમાં કાઢીને અલગથી ઠંડુ થવા માટે મૂકી દો.
  5. હવે એક મોટું વાસણ લો, તેમાં 2 ચમચી બેસન અથવા ચોખાનો લોટ નાખો.
  6. આ પછી ઓટ્સને મિક્સરમાં ઝીણા પીસી લો.
  7. ઓટ્સને પણ બેસનના મિશ્રણમાં ઉમેરીને ઉપરથી 1 ચપટી હિંગ, 1/2 નાની ચમચી લાલ મરચું, 1/2 નાની ચમચી ચાટ મસાલો અથવા ગરમ મસાલો નાખો.
  8. તેમાં શાકભાજીનું સ્ટફિંગ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
  9. સૌથી છેલ્લે થોડું મીઠું અને પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું (બેઝ) તૈયાર કરી લો.
  10. એક નોન-સ્ટિક પેન પર હલકું તેલ લગાવીને ગ્રીસ કરો અને તેના પર ખીરું પાથરીને ગોળ આકાર આપો.
  11. તેને બંને બાજુથી શેકી લો, હવે તમારો બ્રેકફાસ્ટ સ્પેશિયલ સ્ટફ્ડ ઓટ્સ પુડલો તૈયાર છે.
  12. આ પુડલાને લીલી ચટણી કે સોસ સાથે નાસ્તામાં પીરસો.

ઢાબા સ્ટાઈલ ક્રિસ્પી આલૂ પરોઠા ઘરે કેવી રીતે બનાવવા ? જુઓ આખી રેસિપી

Follow Us
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
g clip-path="url(#clip0_868_265)">