AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana Breaking: કડીના નંદાસણ પાસે પ્રદૂષિત ભૂગર્ભજળથી ચામડીના રોગો અને પાક બરબાદ થતાં હોબાળો, GPCBએ ફટકારી નોટિસ

Mehsana Breaking: કડીના નંદાસણ પાસે પ્રદૂષિત ભૂગર્ભજળથી ચામડીના રોગો અને પાક બરબાદ થતાં હોબાળો, GPCBએ ફટકારી નોટિસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2026 | 5:32 PM
Share

મહેસાણાના કડી સ્થિત રાજપુર ગામમાં 2008થી ભૂગર્ભજળમાં કેમિકલ ભળવાની સમસ્યા વકરી છે. 20 જેટલા બોરવેલમાંથી લાલ પાણી આવતાં ખેતીનું ઉત્પાદન અડધું થઈ ગયું છે અને ગ્રામજનો ચામડી-શ્વાસના રોગોનો ભોગ બની રહ્યા છે. આ મામલે કેન્દ્રીય સ્તરે કમિટી ગઠિત કરી GPCB એ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક પગલાં લીધાં છે.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ નજીક આવેલા રાજપુર ગામના ગ્રામજનો છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભજળમાં ભળેલા કેમિકલયુક્ત લાલ પાણીની ગંભીર સમસ્યા વેઠી રહ્યા છે. વર્ષ 2008થી શરૂ થયેલી આ સમસ્યા હાલ એટલી હદે વકરી ચૂકી છે કે ગામના અંદાજે 20 જેટલા બોરવેલમાંથી ઝેરી લાલ પાણી આવી રહ્યું છે.

આ પ્રદૂષિત પાણીના સતત વપરાશને લીધે જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે. ઘઉં, બાજરી તેમજ પશુઓના ઘાસચારા જેવા પાકો બળી જતાં ખેતીનું ઉત્પાદન 100 ટકાથી ઘટીને સીધું 50 ટકા થઈ ગયું છે. બીજી તરફ ગ્રામજનોમાં શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, ગંભીર ચામડીના રોગો અને પેટની બીમારીઓ ઝડપથી વધી રહી છે.

સ્થાનિકોના ઉગ્ર આક્રોશ અને સતત રજૂઆતો બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા GPCB ના પ્રાદેશિક અધિકારી એન.પી. ચૌધરીએ જણાવ્યું કે, ત્રણ બોરવેલના સેમ્પલ લઈને વડોદરા લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયા છે. સમગ્ર પ્રશ્નના કાયમી નિરાકરણ માટે કેન્દ્રીય સ્તરે સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવી છે. તંત્ર દ્વારા મોટી કંપનીઓની સાથે ગેરકાયદેસર સાબુ બનાવતા યુનિટ અને સર્વિસ સ્ટેશનને ક્લોઝર નોટિસ ફટકારી દેવામાં આવી છે.

બજારમાં આવ્યા ₹20 ના નકલી સિક્કા, કેવી રીતે ખબર પડશે કયો છે અસલી? જાણો ઓળખવાની સરળ ટ્રિક્સ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">