Google Map પર આ સુવિધા પણ છે ઉપલબ્ધ, સેવ કરી શકશો ફેવરિટ પ્લેસ, જાણો આખી પ્રોસેસ
Google Map : ઘણી વખત ગૂગલ એવો રસ્તો પણ જણાવે છે, જેના વિશે નજીકમાં રહેતા લોકોને પણ ખબર નથી હોતી. આવી સ્થિતિમાં ઘણા લોકો નવી જગ્યાએ જવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. તેમજ ઘણી વખત લોકો જાણીતી જગ્યાઓ પર જવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. આવા લોકો માટે અમે એક નવા ફીચર વિશે માહિતી લઈને આવ્યા છીએ.

Google Map : શહેર, ગામ અને મહાનગરોમાં રસ્તો શોધવા માટે ગૂગલ મેપનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. ઘણી વખત તમે રસ્તો જાણ્યા પછી પણ ખોવાઈ જાઓ છો અને આવા સમયે ગૂગલ મેપ કામમાં આવે છે. જો તમે પણ અવાર-નવાર મૂંઝવણમાં પેટ્રોલ પંપ, CNG પંપ, હોટેલ અને મનપસંદ રેસ્ટોરન્ટનો રસ્તો ભૂલી જાવ છો, તો અહીં અમે તમને એક એવી ટ્રિક જણાવી રહ્યા છીએ. જેમાં તમારે જ્યાં જવાનું છે તે પ્લેસ ગૂગલ મેપમાં સાચવી શકો છો. જેથી તમારે વારંવાર સર્ચ કરવાની જરૂર નહીં પડે.

ગૂગલ ફોન તેમજ લેપટોપ અને કોમ્પ્યુટર પર તેના મેપ ફીચરને એક્સેસ કરવાની સુવિધા પૂરી પાડે છે. જો તમે ફોન અને લેપટોપ દ્વારા ગૂગલ મેપને ફોલો કરવા માંગો છો, તો અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે, આ બંને ડિવાઇસમાં ગૂગલ મેપમાં ડેસ્ટિનેશન કેવી રીતે ફીડ કરવું. જેથી કરીને તમે તમારી જરૂરિયાત મુજબ આ બંને ઉપકરણોનો ઉપયોગ કરી શકશો.

આ રીત અપનાવો : સૌથી પહેલા તમારે તમારા એન્ડ્રોઈડ અને IOS ડિવાઈસમાં ગૂગલ મેપ ખોલવો પડશે. આ પછી સર્ચ બારનો ઉપયોગ કરીને અથવા નકશામાં ઝૂમ કરીને તમે જે સ્થાનને માર્ક કરવા માંગો છો તેને શોધો. આ કર્યા પછી તમને તે જગ્યાની વિગતોનું પેજ દેખાશે. આ પછી તમારે સ્ક્રીન પર દેખાતા સેવ ઓપ્શનને ટેપ કરવું પડશે અને પછી તમારું સર્ચ ડેસ્ટિનેશન સેવ થઈ જશે. આ હતી મોબાઈલની વાત.

લેપટોપ પર કરો સેવ : સૌથી પહેલા ગૂગલ મેપ ઓપન કરો. આ પછી તમારા બ્રાઉઝર પર maps.google.com પર ટેપ કરો. આ પછી તમે જે સ્થાનને માર્ક કરવા માંગો છો તેને શોધો. પછી એક પોપ-અપ વિન્ડો દેખાશે, જ્યાં તે સ્થળ વિશેની માહિતી દેખાશે. આ પછી તમારે સેવ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સેવ બટનની બાજુમાં એડ્રેસ પોપઅપ વિન્ડો દેખાશે. આ પછી તે જગ્યાને સેવ કરીને રાખવી પડશે.

આ રીતે તમે તમારા મોબાઈલ અને લેપટોપમાં ગૂગલ મેપમાં પેટ્રોલ પંપ, સીએનજી પંપ, રેસ્ટોરન્ટ અને હોટલનું લોકેશન સેવ કરી શકો છો, જેથી તમારે તેને વારંવાર શોધવાની જરૂર નહીં પડે.






































































