દાહોદ જિલ્લાના ખંગોલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસે મોટી કાર્યવાહી કરતા દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચંદીગઢથી વડોદરા સુધી ફેલાયેલો વિદેશી દારૂનો કારોબાર કન્ટેનર મારફતે ચલાવવામાં આવી રહ્યો હતો, જેમાં કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી 32 હજારથી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 80 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
live now
30 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વિરાટ કોહલીના 27 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયુ બંધ
આજે 30 જાન્યુઆરીને શુક્રવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
દાહોદ: ખંગોલા ચેકપોસ્ટ પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ
-
ગીર સોમનાથ: તાલાલામાં 2 સગીર કૌટુંબિક બહેનો પર દુષ્કર્મનો કેસ, 2 આરોપી ઝડપાયા
ગીર સોમનાથ: તાલાલામાં 2 સગીર કૌટુંબિક બહેનો પર દુષ્કર્મના કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. ઝડપાયેલા આરોપીઓમાં એક સગીર જ્યારે બીજો પુખ્ત વયનો છે. આરોપીઓએ બંને બહેનોને લોભ-લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. પ્રેમજાળમાં ફસાવી બંને સગીરાઓ પર દુષ્કર્મ આચરાયું હતું. બને નરાધમોએ તસવીરો વાયરલ કરવાની ધમકી આપી હતી. પીડિતાની માતાએ તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
-
-
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામોરબી હાઇવે પરથી દારૂ સાથે 2 ઝડપાયા
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામોરબી હાઇવે પરથી દારૂ સાથે 2 ઝડપાયા. કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. અલગ અલગ બ્રાન્ડની દારૂની 7200 બોટલ જપ્ત કરાઇ. ધ્રાંગધ્રાથી મોરબી તરફ લઇ જવાતો હતો રૂ. 2.95લાખનો દારૂ પકડાયો.
-
મહેસાણામાં શિક્ષણ વિભાગે 4 શાળાઓને ફટકાર્યો દંડ
મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારીએ ખાનગી શાળાઓ સામે લાલ આંખ કરી છે. ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, લાયકાત ધરાવતા શિક્ષકો અને સરકાર માન્ય ફીનાં ધોરણો અંગે તપાસ કરાઇ. ગંભીર બેદરકારી દાખવનાર ચાર શાળાઓને શિક્ષણ વિભાગે દંડ ફટકાર્યો છે. ઉત્કર્ષ વિદ્યાલય અને કડીની વિદ્યામંદિર હાઈસ્કૂલને ફી મામલે દંડ કરાયો. ખણુસાની સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, જ્યાં એક વર્ષ અગાઉ વીજ કરંટથી વિદ્યાર્થીનું મોત થયું હતું, ત્યાં હજુ પણ સલામતીના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતા દંડ કરાયો હતો.
-
ડાંગ: દીપડાનાં હુમલામાં વધુ એક માસુમ બાળકીનું મોત
ડાંગ: દીપડાનાં હુમલામાં વધુ એક માસુમ બાળકીનું મોત થયુ છે. 5 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ. સુબીરના દહેર ગામે 2 દિવસ અગાઉ બાળકીનાં ઘર પાસે જ દીપડાએ હુમલો કર્યો હતો. બૂમાબૂમ કરીને દીપડાની પકડમાંથી બાળકીને છોડાવાઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીની વલસાડમાં સારવાર ચાલી રહી હતી.
-
-
વિરાટ કોહલીનું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પરથી ગાયબ
પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગુરુવાર-શુક્રવારે મોડી રાત્રે અચાનક ગાયબ થઈ ગયું.
આજે 30 જાન્યુઆરીને શુક્રવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jan 30,2026 7:33 AM