Top Web Series: શું તમારે ભૂત-પ્રેત અને આત્માની સચ્ચાઈ જાણવી છે? તો ‘ભય’ વેબસિરીઝ MX Player પર ફ્રી માં જુઓ
આજે આપને વેબસિરીઝની અમારી આ સ્પે. સિરીઝમાં 'ભય' વેબસિરીઝ વિશે જણાવશુ. આપણી આસપાસ અનેક એવી નેગેટિવ આત્માઓ હોય છે જે વિના કારણ પણ માણસજાતને નુકસાન પહોંચાડે છે, આવી જ એક શક્તિશાળી નેગેટિવ આત્મા સાથે સંવાદ સાધવાના કેસ દરમિયાન ગૌરવ તિવારીનું રહસ્યમય સંજોગોમાં મોત થયુ હતુ. જો આપને આત્માઓ અને ભૂત પ્રેત વિશે જાણવામાં રસ હોય તો શરૂઆતથી અંત સુધી આપને આ વેબસિરીઝમાં ક્યાંય પણ કંટાળો નહીં આવે.

ભારતીય પેરાનોર્મલ ઈન્વેસ્ટીગેટર ગૌરવ તિવારી, ભૂત-પ્રેત અને આત્મા સાથે વાતો કરી લોકોની દ્વીધા, તેમની સમસ્યાઓ દૂર કરતા હતા. પરંતુ આવા જ એક આત્મા સાથે સંવાદ સાધવાના કેસ દરમિયાન ગૌરવ તિવારીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયુ હતુ. જે આજે પણ એક મિસ્ટ્રી જ છે. માત્ર 32 વર્ષના ગૌરવ તિવારી દિલ્હીના દ્વારકા સ્થિત તેમના નિવાસસ્થાને રહસ્યમય સંજોગોમાં મૃત મળી આવ્યા હતા. પોલીસ તેને ગૂંગળામણનો કેસ કહી રહી છે, જો કે હજુ સુધી એ સાબિત થઈ શકયુ નથી કે તે આત્મહત્યા હતી. ભારતીય પેરાનોર્મલ સોસાયટીના સ્થાપક અને CEO તેમના બાથરૂમના ફ્લોર પર ગળા પર પાતળી કાળી દોરી સાથે પડેલા મળી આવ્યા હતા.

ભય : The Gaurav Tiwari Mystery: એ ગૌરવ તિવારીના જીવન પર આધારીત એક ભારતીય હોરર અને મિસ્ટ્રી આધારિત વેબ સિરીઝ છે, જે દેશના પ્રખ્યાત પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર ગૌરવ તિવારીના જીવન અને તેના આત્મા સાથે સંપર્ક સાધવાની વિવિધ કેસ અને તપાસથી પ્રેરિત છે. આ વેબસિરીઝમાં ડર, રહસ્ય અને સત્ય સુધી પહોંચવાની શોધને ખૂબ જ ગંભીર અને વાસ્તવિક રીતે રજૂ કરવામાં આવી છે. સાચી ઘટનાઓ પરથી પ્રેરિત હોવાને કારણે આ સિરીઝ સામાન્ય હોરર કરતા વધુ અસરકારક અને ભયજનક લાગે છે.

આ વેબસિરીઝની કથાવસ્તુ ગૌરવ તિવારીની આસપાસ ફરે છે, જે ભૂતિયા મકાનો, અજીબ ઘટનાઓ અને અજાણી શક્તિઓ પાછળ છુપાયેલી સચ્ચાઈ શોધવાનો પ્રયત્ન કરે છે. દરેક કેસમાં તેને એવા અનુભવ થાય છે જે સામાન્ય માનવીની સમજ બહાર છે. સાથે સાથે તેની પોતાની જિંદગી સાથે જોડાયેલું એક મોટું રહસ્ય પણ ધીમે ધીમે ખુલતું જાય છે, જે દર્શકને અંત સુધી બાંધી રાખે છે.

આ વેબસિરીઝ ખાસ કરીને તેઓ માટે છે જેમને હોરર, મિસ્ટ્રી અને પેરાનોર્મલ સ્ટોરીઝમાં રસ હોય. જે લોકો રિયલ ઘટનાઓ પરથી બનેલી કહાની જોવાનું પસંદ કરે છે અથવા ભૂતિયા તપાસ અને અજાણી શક્તિઓ વિશે જાણવા ઇચ્છે છે, તેમના માટે ભય એક ઉત્તમ પસંદગી છે. જો તમે લાઇટ હોરર કરતા ડીપ અને ગંભીર કન્ટેન્ટ પસંદ કરો છો, તો આ સિરીઝ તમને જરૂર પસંદ પડશે.

પેરાનોર્મલનો અર્થ એવી ઘટનાઓથી છે જેને વિજ્ઞાન સહેલાઈથી સમજાવી શકતું નથી, જેમ કે આત્માઓની હાજરી, અચાનક અવાજો, અદૃશ્ય શક્તિઓ અથવા અસામાન્ય હિલચાલ. માન્યતા મુજબ ભૂત-પ્રેત એવી આત્માઓ હોય છે જે કોઈ કારણસર મૃત્યુ પછી આ દુનિયામાં અટકી જાય છે. ભય વેબસિરીઝમાં આવા પેરાનોર્મલ અનુભવોને ડરામણી રીતે નહીં પરંતુ તપાસ અને તર્ક સાથે રજૂ કરવામાં આવ્યા છે, જે તેને અન્ય હોરર સિરીઝથી અલગ બનાવે છે.

ભય વેબસિરીઝમાં કુલ 8 એપિસોડ છે અને દરેક એપિસોડમાં એક નવી પેરાનોર્મલ ઘટના અથવા તપાસ બતાવવામાં આવે છે. દરેક એપિસોડની લંબાઈ મધ્યમ છે, જેથી દર્શક થાક્યા વગર આખી સિરીઝ માણી શકે. સિરીઝનો પ્રેઝન્ટેશન સ્ટાઇલ સ્લો-બર્ન હોરર છે, જેમાં અચાનક ડર કરતાં માહોલ અને suspense પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે.

'ભય' આ વેબસિરીઝ તમે Amazon MX Player પર સંપૂર્ણપણે ફ્રીમાં જોઈ શકો છો. કોઈ સબ્સ્ક્રિપ્શન વગર મોબાઇલ અથવા સ્માર્ટ ટીવી પર સરળતાથી આ સિરીઝ ઉપલબ્ધ છે. હોરર પ્રેમીઓ માટે આ એક મોટી ખુશખબર છે, કારણ કે સારી ક્વોલિટી કન્ટેન્ટ મફતમાં જોવા મળે છે.
આવી જ રસપ્રદ કથાવસ્તુ ધરાવતી સ્ટોરી, મુવી, ફિલ્મો, રિવ્યુ કે વેબ સિરીઝ વિશે જાણવા માટે આપ અમાપી અમારી સ્પેશ્યિલ વેબ સિરીઝ પર ક્લિક કરો
