પત્ની વાઈન ટેસ્ટ કરી કમાય છે લાખો રુપિયા, 10 વર્ષ ડેટ કરી લગ્ન કર્યા આવો છે પરિવાર
એડેન માર્કરામે 2023માં તેની ગર્લફ્રેન્ડ નિકોલ સાથે લગ્ન કર્યા. નિકોલ પહેલા તેની ગર્લફ્રેન્ડ હતી. T20 વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશીપ એડન માર્કરામ પાસે રહેશે. તો એડેન માર્કરામના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો,

એડન કાયલ માર્કરામનો જન્મ 4 ઓક્ટોબર 1994ના રોજ થયો છે. તે સાઉથ આફ્રિકન ક્રિકેટર છે જે ટ્વેન્ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાઉથ આફ્રિકાનીક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન અને વન ડે આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાં વાઈસ કેપ્ટન છે.

માર્કરામ 2014ના આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા માટે સાઉથ આફ્રિકાની અંડર-19 ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. 2018માં તેમને પાંચ "ક્રિકેટર્સ ઓફ ધ યર" પૈકીના એક તરીકે નામ આપવામાં આવ્યું હતું.

એડન કાયલ માર્કરામના પરિવાર વિશે જાણો

ભૂતપૂર્વ કેપ્ટન અને બેટ્સમેન ગ્રીમ સ્મિથે માર્કરામને ભાવિ સાઉથ આફ્રિકાના કેપ્ટન ગણાવ્યો હતો.તેમણે સપ્ટેમ્બર 2017માં સાઉથ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

તેઓ SA20 લીગના સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપના કેપ્ટન હતા, જે 2022માં રચાયેલી હતી, તેની શરૂઆતથી 2025ના ઓક્શન પહેલા રિલીઝ થાય ત્યાં સુધી, તેમણે 2022 અને 2023માં સતત 2 ટાઇટલ જીત્યા હતા.

માર્કરામ સાઉથ આફ્રિકાની ટીમના સભ્ય હતા જેણે 2025 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જીતી હતી, જે દેશે અત્યાર સુધી જીતેલું બીજું ICC ટાઇટલ હતું, અને બીજી ઇનિંગમાં 136 (207) બનાવ્યા બાદ તેઓ પ્લેયર ઓફ ધ મેચ હતો.

T20 વર્લ્ડ કપ માટે સાઉથ આફ્રિકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ મજબૂત દેખાય છે, પરંતુ ઘણા મુખ્ય ખેલાડીઓ હજુ પણ ટીમમાંથી બહાર છે. તો આજે આપણે ટી20 વર્લ્ડકપની ટીમના કેપ્ટનનો પરિવાર જોઈએ.

એડન માર્કરામની ક્રિકેટ સફળતામાં તેની પત્નીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેની પત્ની, નિકોલ ડેનિયલ ઓ'કોનોરે હંમેશા તેને ટેકો આપ્યો છે. તે લગભગ દરેક મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી છે.

એક વખત SA20 સીઝન દરમિયાન, તે એડન માર્કરામની સદી જોઈને એટલી ભાવુક થઈ ગઈ હતી કે તે રડવા લાગી હતી. માર્કરામની સુંદર પત્ની આંત્રપ્રિન્યોર પણ છે.

દુનિયા એડન માર્કરામની સફળતા વિશે જાણે છે. પરંતુ તેની પત્ની નિકોલ શું કરે છે? તેના વિશે જાણીએ તો તે ઓનલાઈન જ્વેલરીનો બિઝનેસ છે.

નિકોલ ડેનિયલ ઓ'કોનોરે વાઇન ટેસ્ટર તરીકે પણ કામ કર્યું છે.

તેના કામમાં વિવિધ વાઇનનો સ્વાદ ચાખવાનો અને તેમની ગુણવત્તાનો રિુપોર્ટ આપવાનો હતો. આ માટે તેને મોટી રકમ ચૂકવવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, એડેન માર્કરામ અને નિકોલ ડેનિયલ એક બીજાને 10 વર્ષ સુધી ડેટ કરી હતી.

એડન માર્કરામ 2026ના T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
