Russian Web Series : રહસ્ય, રોમાંચ અને ઇતિહાસનો ‘કોમ્બો’ ! આ સિરીઝ જોઈને તમે જ કહેશો ‘વાહ ભાઈ વાહ’, એક એક સીન તમારું દિલ જીતી લેશે
વર્ષ 2024-2025 ની આ શ્રેષ્ઠ રશિયન વેબ સીરીઝ રહસ્ય, રોમાંચ અને ઇતિહાસનું શાનદાર મિશ્રણ છે. જો તમને ડ્રામા અને કંઈક નવું જોવાનો શોખ હોય, તો આ પાંચેય સીરીઝ તમારી મનપસંદ બની જશે.

1. Autsors (આઉટસોર્સ - 2024-2025): રશિયાની આ સૌથી વધુ ચર્ચાયેલી થ્રિલર ડ્રામા સિરીઝ 1990ના દાયકાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જ્યારે દેશમાં મૃત્યુદંડની સજા અમલમાં હતી. દુસાન ગ્લિગોરોવ (Dushan Gligorov) દ્વારા નિર્દેશિત આ સિરીઝમાં મુખ્ય કલાકાર ઇવાન યાન્કોવસ્કી (Ivan Yankovskiy), મિલા એર્શોવા (Mila Ershova) અને કરીના એલેક્ઝાન્ડ્રોવા (Karina Alexandrova) છે. આ વાર્તા કોસ્ત્યા નામના જેલના એક નવા કર્મચારીની આસપાસ ફરે છે કે, જે કેદીઓને માત્ર ફાંસી આપવાને બદલે બદલો લેવાની ઈચ્છા ધરાવતા પીડિતોના પરિવારોને ફાંસી આપવાનો અધિકાર વેચવાનું શરૂ કરે છે અને તેમાંથી નફો કમાય છે. કુલ 8 એપિસોડની આ એક સીઝન ન્યાય અને માનવીય સંવેદનાઓ (Human Emotions) પર ઘણા સવાલો ઊભા કરે છે, જેમાં ઇવાન યાન્કોવસ્કીએ દમદાર અભિનય કર્યો છે.

2. Prometey (પ્રોમેટી - 2024-2025): મેક્સિમ સ્વેશ્નિકોવ (Maksim Sveshnikov) દ્વારા નિર્દેશિત આ એક હાઈ બજેટ સાયન્સ-ફિક્શન અને મિસ્ટ્રી થ્રિલર સિરીઝ છે, જેમાં લ્યુબોવ અક્સ્યોનોવા (Lyubov Aksyonova) અને ફિલિપ યાન્કોવસ્કી (Filipp Yankovskiy) મુખ્ય ભૂમિકામાં છે. વાર્તા એક એવા વિમાનના રહસ્યમય ગાયબ થવા પર આધારિત છે કે, જે દાયકાઓ પછી અચાનક મળી આવે છે અને એક પત્રકાર તથા વૈજ્ઞાનિકોની ટીમ આ ઘટના પાછળના સત્યની તપાસ કરે છે. 1 સીઝન અને આશરે 8 એપિસોડ ધરાવતી આ સીરીઝ ખૂબ જ અદભૂત છે. જો તમને રહસ્ય અને વિજ્ઞાનનો સમન્વય ગમતો હોય, તો આ સિરીઝ ચોક્કસ જોવી જોઈએ, કારણ કે તેનું પ્રોડક્શન અને સસ્પેન્સ ફેન્સને જકડી રાખે તેવું છે.

3. Konstantinopol (કોન્સ્ટેન્ટિનોપલ - 2025): સેર્ગેઈ ચેકલોવ (Sergey Chekalov) દ્વારા નિર્દેશિત આ એક ઐતિહાસિક ડ્રામા સિરીઝ છે, જેમાં ઓક્સાના અકિંશીના (Oksana Akinshina), ડર્ક માર્ટેન્સ (Dirk Martens) અને એલેક્ઝાન્ડર ઉસ્ત્યુગોવ (Aleksandr Ustyugov) મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ વાર્તા 1920ના દાયકાના રશિયન સિવિલ વોરની પૃષ્ઠભૂમિ પર વ્હાઇટ ગાર્ડ ઓફિસર સેર્ગેઈ નેરાટોવના સંઘર્ષ અને જીવન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 1 સીઝન અને 8 એપિસોડમાં વિસ્તરેલી આ સીરીઝ તેના સચોટ ઐતિહાસિક સેટ્સ અને રશિયન ક્રાંતિ પછીના તણાવપૂર્ણ માહોલને અસરકારક રીતે રજૂ કરવા બદલ ઇતિહાસ પ્રેમીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

4. Taganrog (ટાગાનરોગ - 2025): આર્મેનક નાઝીક્યાન (Armenak Nazikyan) ના નિર્દેશનમાં બનેલી 'ટાગાનરોગ' એક પાવરફુલ ક્રાઈમ ઇન્વેસ્ટિગેટિવ થ્રિલર છે, જેમાં ઓલ્ગા પાવલોવેટ્સ (Olga Pavlovets), સેર્ગેઈ ઝારકોવ (Sergey Zharkov) અને યુરી બાતુરિન (Yuriy Baturin) એ શાનદાર અભિનય કર્યો છે. વાર્તા ટાગાનરોગ શહેરમાં ફેલાયેલા ગુનાખોરીના નેટવર્ક અને તેને નેસ્તનાબૂદ કરવા માટેના પોલીસ અધિકારીઓના જોખમી પ્રયાસોની આસપાસ વણાયેલી છે. 1 સીઝન અને 8 એપિસોડ ધરાવતી આ સિરીઝમાં ઘણા વળાંક તેમજ સસ્પેન્સ જોવા મળે છે, જે થ્રિલર પ્રેમીઓ માટે એક પરફેક્ટ વૉચ સાબિત થઈ શકે છે.

5. Atom (એટમ - 2025): નુરબેક એજેન (Nurbek Egen) દ્વારા નિર્દેશિત આ સિરીઝ સોવિયત યુનિયનના પરમાણુ પ્રોજેક્ટ અને તેની પાછળ રહેલા વિજ્ઞાનીઓના સંઘર્ષની વાર્તા છે, જેમાં અન્ના ચિપોવસ્કાયા (Anna Chipovskaya) અને અલેકસી ગુસ્કોવ (Aleksei Guskov) મુખ્ય ભૂમિકામાં છે. આ ઇન્ડસ્ટ્રિયલ ડ્રામા 1 સીઝન અને 8 એપિસોડમાં એ સમયના વૈજ્ઞાનિક પડકારો અને દેશભક્તિના પાસાઓને અદભૂત રીતે ઉજાગર કરે છે. જો તમને 'ચેર્નોબિલ' વૈજ્ઞાનિક વિષય પર આધારિત ગંભીર વાર્તાઓ પસંદ હોય, તો આ સિરીઝ તેના પણ તમને પ્રભાવિત કરશે.
લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેબ સિરીઝ લોકોમાં ખૂબ જ ફેમસ થઈ છે. એવામાં TV9 ગુજરાતી પર અમે વેબ સીરીઝને લગતા સમાચાર લખીએ છીએ, જેને વાંચવા અહીં ક્લિક કરો
