Stock Market : ઓલ ટાઈમ હાઈનો ધમાકો ! આ ‘2 શેર’ પર રોકાણકારો તૂટી પડ્યા, ડબલ ડિજિટ ગ્રોથથી બજારમાં ધૂમ મચાવી
આજના ટ્રેડિંગ સત્રમાં શેરબજારમાં ભારે હલચલ જોવા મળી રહી છે, જેમાં બે મુખ્ય સ્ટોક રોકાણકારોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ બંને શેર્સે ડબલ ડિજિટમાં ગ્રોથ નોંધાવીને બજારમાં ધૂમ મચાવી છે.

આજે શેરબજારમાં મહિન્દ્રા લોજિસ્ટિક્સના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે, જેમાં શેરની કિંમત ₹339.55 પર પહોંચી ગઈ છે. આ શેરે આજે 14.95% નો મોટો ઉછાળો નોંધાવ્યો છે અને બજારમાં કુલ 1,03,17,066 શેરનું ઓલ ટાઈમ હાઈ ટ્રેડિંગ (વોલ્યુમ) થયું છે.

ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની તેજસ નેટવર્ક્સે પણ આજે રોકાણકારોને માલામાલ કર્યા છે, જેના શેરની કિંમત ₹339.05 પર પહોંચી ગઈ છે. આ સ્ટોકમાં આજે 14.49% ની શાનદાર તેજી જોવા મળી છે અને આમાં પણ ટ્રેડિંગ વોલ્યુમ ઓલ ટાઈમ હાઈ એટલે કે 2,85,86,683 આસપાસ પહોંચી ગયું છે.

નિષ્ણાતો મુજબ, મહિન્દ્રા લોજિસ્ટિક્સને લઈને 8 વિશ્લેષકોએ આગામી એક વર્ષ માટેની ટાર્ગેટ પ્રાઈસ ₹357.90 રાખેલ છે, જે વર્તમાન સ્તરથી આશરે 5.40% નો વધારો સૂચવે છે. નિષ્ણાતોના મતે, સ્ટોક મહત્તમ ₹417.00 (+22.81%) સુધી પહોંચી શકે છે, જ્યારે ઘટાડાના કિસ્સામાં, તેનું સૌથી નીચું સ્તર ₹300.00 (-11.65%) રહેવાની ધારણા છે.

બીજીબાજુ તેજસ નેટવર્કનું Market Cap ₹6,024 કરોડ છે અને તેના ROCE (15.5%) તથા ROE (12.8%) ના આંકડા પણ સારા એવા છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ સ્ટોકમાં RSI (Relative Strength Index) 9.26 ના નીચા સ્તરે છે. હવે આ દર્શાવે છે કે, શેર 'ઓવરસોલ્ડ' ઝોનમાં છે અને અહીંથી મોટી રિકવરી આવવાની શક્યતા છે.

જો કે, કંપની પર ₹4,296 કરોડનું દેવું છે પરંતુ આજના 2.85 કરોડથી વધુના ટ્રેડિંગ વોલ્યુમ અને નીચા RSI ને જોતા ભવિષ્યમાં શેરમાં તેજીનો ટ્રેન્ડ બન્યો રહેશે. આ સિવાય તે પોતાના આગામી રેઝિસ્ટન્સ લેવલ તરફ આગળ વધી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: ‘મોટું એલાન’ થવાની શક્યતા ! બજેટથી ચમકી શકે છે ‘રોકાણકારોની કિસ્મત’, આ જાહેરાતથી ગોલ્ડનું ‘આખું ગણિત’ બદલાશે
