કાનુની સવાલ : પતિ છૂટાછેડા માટે પત્ની પર આ ત્રણ આરોપો લગાવી શકતા નથી, કાયદો શું કહે છે જાણો
આજકાલ છૂટાછેડાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ઘણીવાર, પતિ-પત્ની પર આવા આરોપો લગાવવામાં આવે છે. જે તેને મુશ્કેલીમાં નાંખી દે છે. લોકો એ નથી જાણતા કે, આ આરોપ ખુબ ગંભીર માનવામાં આવે છે. કોઈ પુરાવા વગર કોઈના પર આરોપ લગાવવો તમને પણ મુશ્કેલીમાં મુકી શકે છે.

ભારતમાં છુટાછેડાના કેસ ખુબ વધી રહ્યા છે.ક્યારેક પતિ છુટાછેડાનો કેસ દાખલ કરે છે, અને ક્યારેક પત્ની. છૂટાછેડાનો કેસ દાખલ કરે છે. તેઓ ઘણીવાર એકબીજા પર ખોટા આરોપો લગાવે છે જેથી શક્ય તેટલી ઝડપથી નિર્ણય લઈ શકાય.

પરંતુ શું તમે જાણો છો કે તમારા પતિ પુરાવા વિના ચોક્કસ પ્રકારના ખોટા આરોપો લગાવી શકતા નથી? આમ કરવાથી તેને જેલ થઈ શકે છે.

પહેલું પત્નીના કેરેક્ટર પર શંકા કરવી કે તેને અન્ય સંબંધો સાથે જોડવું કાનુની નજરે ખુબ ગંભીર માનવામાં આવે છે. જો તમારો પતિ તમારા પર કોઈ પુરાવા વગર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવે છે. તો આ માનહાનિ માની શકાય છે. કાયદામાં સ્પષ્ટ છે કે, કોઈની પરવાનગી વગર તેને નુકસાન પહોંચાડતા ખોટા આરોપો સજા તરફ દોરી શકે છે. આવા કિસ્સાઓમાં, પત્ની પતિ સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે. કોર્ટ પતિને જેલ મોકલી શકે છે.

છૂટાછેડાના કેસમાં પતિ હંમેશા એવા આરોપ લગાવે છે કે,તેની પત્ની માનસિક રુપથી બીમાર છે. પરંતુ જો તમારા પતિ પાસે કોઈ ડોક્ટરનો રિપોર્ટ કે મેડિકલ રિપોર્ટ નથી તો કોર્ટ આને ગંભીરતાથી લે છે. કોઈ પણ પુરાવા વગર માનસિક રુપથી બીમાર કહેવું મેન્ટલ ટોર્ચર માનવામાં આવે છે. કેટલીક વખત આવા આરોપ પત્ની વિરુદ્ધ નહી પરંતુ પતિ વિરોધ માનવામાં આવે છે.

છૂટાછેડાના દબાણ માટે પતિ હંમેશા તેની પત્ની પર ચોરી, છેતરપિંડી સહિત ખોટા આરોપ લગાવે છે. કાયદા હેઠળ આ પણ ગેરકાયદેસર માનવામાં આવે છે.

જો એવું સાબિત થાય કે છૂટાછેડામાં ફાયદો મેળવવા માટે આરોપો લગાવવામાં આવ્યા હતા, તો પતિ કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ખોટી ફરિયાદ દાખલ કરવી અથવા ખોટો કેસ દાખલ કરવો એ ગુનો માનવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, સજા અને દંડની પણ જોગવાઈ છે.

તમને જણાવી દઈએ કે, ફેમિલી કોર્ટ ફીલિંગ્સથી નહિ પરંતુ પુરાવાથી નિર્ણયો લે છે. જો પતિ લગાવેલા આરોપની પાછળ કોઈ ડોક્યુમેન્ટ, પુરાવા કે મેડિકલ રિપોર્ટ નથી.

કોર્ટ તેમને ખોટા ગણી શકે છે અથવા બદલાની ભાવનાથી લગાવેલા આરોપો લગાવી શકે છે. ઘણા કિસ્સાઓમાં, આવા આરોપો પત્નીને પતિ સામે અલગ કેસ દાખલ કરવાની તક આપે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
