Gold Price Today: સોનાના ભાવમાં ફરી મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત
30 ઓક્ટોબરે ધનતેરસથી શરૂ થયેલો ઘટાડો હજુ પણ ચાલુ છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું ઘટીને ₹1,22,560ની આસપાસ આવી ગયો છે. દેશના અન્ય શહેરોમાં પણ ભાવ ઘટ્યા છે.

ભારતમાં સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. 30 ઓક્ટોબરે ધનતેરસથી શરૂ થયેલો ઘટાડો હજુ પણ ચાલુ છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું ઘટીને ₹1,22,560ની આસપાસ આવી ગયો છે. દેશના અન્ય શહેરોમાં પણ ભાવ ઘટ્યા છે. આ પાછળના મુખ્ય કારણોમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સંબંધોમાં સુધારો થવાની અપેક્ષાઓ, ફેડરલ રિઝર્વના વ્યાજ દરો પરના નિર્ણય, નફાની બુકિંગ અને ડોલરની મજબૂતાઈ પર નજર છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

દિલ્હીમાં 30 ઓક્ટોબરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,22,560 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,12,360 રૂપિયા પર છે. ત્યારે આજે એક જ દિવસમાં સોનાના ભાવમાં 2340 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,12,210 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,22,410 રૂપિયા છે.

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,12,260 રુપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,22,460 પર પહોંચી ગયો છે.

અન્ય કિંમતી ધાતુ ચાંદીનો ભાવ પણ સતત ઘટી રહ્યો છે, ત્યારે આજે, 30 ઓક્ટોબરે, ચાંદી ₹1,52,100 પ્રતિ કિલો ટ્રેડ થઈ રહ્યા છે.

સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. વેલ્થ મેનેજમેન્ટના ડિરેક્ટર અનુજ ગુપ્તાના મતે, આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. ભૌગોલિક પરિસ્થિતિનો તણાવ ઓછો થવાની ધારણા છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવ ઓછા થઈ રહ્યા છે, જેના કારણે સોનાની સલામત માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં ₹10,000 સુધીનો ઘટાડો થઈ શકે છે. આનો અર્થ એ છે કે સોનાનો ભાવ ₹1.10 લાખથી ₹1.15 લાખની વચ્ચે આવી શકે છે.

તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા છે. સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાંને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે. આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે. ચાલો આજના નવીનતમ ભાવ જાણીએ.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
