AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Decision : RBI એ અમેરિકન ડોલર સામે મોટું પગલું ભર્યું ! ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય લીધો, હવે સોના પર આની શું અસર પડશે ?

RBI એ અમેરિકન ડોલર સામે મોટું પગલું ભર્યું છે, તેવા સમાચાર બહાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, RBI એ ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે આ એક નિર્ણયથી સોનાના ભાવ પર આની શું અસર પડશે?

| Updated on: Oct 29, 2025 | 8:05 PM
Share
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ યુએસ ડોલર પરની તેની નિર્ભરતા ઘટાડવા તરફ અત્યાર સુધીનું સૌથી મોટું પગલું ભર્યું છે. RBI એ વિદેશમાં રાખેલ પોતાના સોનાનો મોટો ભાગ ભારતમાં પાછો મંગાવ્યો છે. હવે RBI ના કુલ સોનાના ભંડારનો આશરે 65% ભાગ ભારતમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે, જે 4 વર્ષ પહેલાના સ્તર કરતા લગભગ બમણો છે.

1 / 8
રશિયાના વિદેશી અનામત (Foreign Reserves) ને સ્થિર કર્યા પછી RBIનો આ નિર્ણય માત્ર વ્યૂહાત્મક જ નહીં પરંતુ ભારતની ફાઇનાન્સિયલ આત્મનિર્ભરતાની પણ મોટી જાહેરાત છે.

2 / 8
મીડિયા રિપોર્ટસ અનુસાર, સપ્ટેમ્બર 2025 સુધીમાં RBI પાસે કુલ 880 ટન સોનું હતું, જેમાંથી 576 ટન એટલે કે લગભગ 65% સોનું હવે ભારતમાં રાખવામાં આવ્યું છે. 4 વર્ષ પહેલાં આ આંકડો ફક્ત 38% હતો. આનો અર્થ એ થયો કે, RBI એ 4 વર્ષમાં આશરે 280 ટન સોનું પાછું લાવીને ઇતિહાસ રચ્યો છે.

3 / 8
ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-સપ્ટેમ્બર 2025) માં જ, RBI વિદેશથી 64 ટન સોનું પાછું લાવ્યું. RBI ના કુલ Foreign exchange Reserves માં સોનું હવે 13.92% છે, જે માર્ચમાં 11.7% હતું. અગાઉ, RBIનો મોટો હિસ્સો Bank of England અને Bank for International Settlements (BIS) માં રાખવામાં આવતો હતો.

4 / 8
ઘણા નિષ્ણાતો માને છે કે, આ નિર્ણય વર્ષ 2022માં રશિયાના વિદેશી રિઝર્વ ફ્રીઝ કરવાના બનાવ સાથે જોડાયેલો છે. જોવા જઈએ તો, જ્યારે અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયાની સંપત્તિ બ્લોક કરી હતી, ત્યારે અનેક દેશોને સમજાયું કે પોતાનું સોનું પોતાના દેશમાં જ રાખવું વધુ સુરક્ષિત છે.

5 / 8
ઇન્ડસઇન્ડ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ ગૌરવ કપૂર કહે છે કે, “જ્યારે આપણા પાસે સુરક્ષિત સ્ટોરેજની ક્ષમતા છે, ત્યારે સોનું વિદેશમાં શા માટે રાખવું? આ અનિશ્ચિત સમયમાં પોતાના હાથનું સોનું જ સૌથી વિશ્વસનીય સંપત્તિ છે.”

6 / 8
મળતી માહિતી મુજબ, RBI માત્ર સોનું પાછું નથી લાવી રહ્યું પરંતુ વિશ્વના ટોચના સોનાના ખરીદદારોમાં પણ તે સમાયેલ છે. આ પગલાનું મુખ્ય કારણ અમેરિકન ડોલર અને ટ્રેઝરી એસેટ્સ પરની નિર્ભરતા ઘટાડવી હોઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે, RBI એ અમેરિકન ટ્રેઝરીમાં રોકાણ ઘટાડવાનું કામ ત્યારે શરૂ કર્યું હતું, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લગાવ્યો હતો અને ભારતે રશિયાથી સસ્તુ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું.

7 / 8
RBI ના આ “ગોલ્ડન દાવ” પછી ભારતનું વિદેશી ચલણ ભંડાર (Foreign Exchange Reserves) હવે $702.3 અબજ સુધી પહોંચી ગયું છે, જે વિશ્વમાં ચોથું સૌથી મોટું છે. આ 11 મહિનાથી વધુ સમય માટે આયાતને આવરી લેવા માટે પૂરતું છે. આ નિર્ણય દર્શાવે છે કે, ભારત હવે પોતાની રિઝર્વ રણનીતિમાં આત્મનિર્ભર અને સજાગ બની ગયું છે. RBI નું આ પગલું માત્ર ડોલરના વર્ચસ્વને પડકારતું નથી પરંતુ ભારતની નાણાકીય વ્યવસ્થાની "ગોલ્ડ સિક્યુરિટી પોલિસી" ની શરૂઆત પણ દર્શાવે છે.

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">