દેશ-વિદેશ સુધી…. આખરે એવું તો શું થયું કે, સોનું અને ચાંદી બંને ધડામ થઈ ગયા? 10 મહિનાના તળિયે પહોંચ્યા ભાવ
સોના અને ચાંદીના બજારમાં મોટો કડાકો આવ્યો છે. દિલ્હીથી લઈને આંતરરાષ્ટ્રીય બજારો સુધી કિંમતી ધાતુઓના ભાવ ધડામ દઈને નીચે પટકાયા છે. સોનું તૂટીને સીધું 10 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે, જ્યારે ચાંદીની ચમક પણ ફિક્કી પડી ગઈ છે. આખરે એવી કઈ મોટી ઉથલ-પાથલ થઈ છે, જેના કારણે રોકાણકારોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે?

સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં સોનું ઘટીને 1.42 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. આ છેલ્લા 10 મહિનાનું સૌથી નીચું સ્તર છે. 'ચાંદી' પણ પાછળ રહી નથી અને એક કિલોનો ભાવ ઘટીને 1.86 લાખ રૂપિયા પર આવી ગયો છે. વિદેશી બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે.

ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ સિન્ડિકેટ (અખિલ ભારતીય સરાફા સંઘ) અનુસાર, સોનાનો ભાવ આ પહેલાં 26 ડિસેમ્બર 2025ના રોજ 1,42,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જો કે, હવે સોનાની કિંમત લગભગ 10 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. વધુમાં, ચાંદીનો ભાવ આ પહેલાં 8 ડિસેમ્બર 2025ના રોજ આ સ્તરની આસપાસ હતો. તે સમયે તેની કિંમત 1,85,000 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી.

360 ONE એસેટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ફંડ મેનેજર રાહુલ ખેતાવતના જણાવ્યા મુજબ, ઊર્જાની કિંમતોમાં વધારાથી ફુગાવાની ચિંતા વધી છે. આ સાથે જ US ફેડરલ રિઝર્વની કઠોર ટિપ્પણીઓની પણ સોના અને ચાંદીના ભાવ પર અસર પડી છે. આ કારણોસર વ્યાજ દરોમાં કાપ મૂકવાની આશા નબળી પડી છે. તેની અસર સોના અને ચાંદી પર પડી અને બંનેના ભાવમાં ઘટાડો થયો.

વિદેશી બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. શુક્રવારે 31 ઓકટોબરને રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 145.84 ડૉલર એટલે કે લગભગ 4 ટકા ઘટીને 3,875.55 ડૉલર પ્રતિ ઔંસ પર બંધ થયું, જે એક વર્ષથી વધુ સમયનું સૌથી નીચું સ્તર છે. સોનું આ પહેલાં 3 ઓક્ટોબર 2025ના રોજ 3,887.09 ડૉલર પ્રતિ ઔંસની આસપાસ વેપાર કરતું જોવા મળ્યું હતું. ચાંદીની કિંમત 3.04 ડૉલર એટલે કે 6 ટકા ઘટીને 49.12 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ. 'ચાંદી' આ પહેલાં 6 નવેમ્બર 2025ના રોજ 48.02 ડૉલર પ્રતિ ઔંસના ભાવે હતી.

મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી એનાલિસ્ટ માનવ મોદીએ જણાવ્યું કે, સોનાની કિંમત 3,800 ડૉલર પ્રતિ ઔંસની નજીક પહોંચી ગઈ, જ્યારે ચાંદી 50 ડૉલર પ્રતિ ઔંસની નીચે સરકી ગઈ. શાંઘાઈ બજારમાં પણ સોના અને ચાંદી સાથે જોડાયેલા સોદાઓની કિંમતોમાં તીવ્ર ઘટાડો થયો. જો કે, ખાસ કરીને ચાંદીના ભાવ હજુ પણ વૈશ્વિક બજારની સરખામણીમાં ઊંચા સ્તરે હતા.

માનવ મોદીના મતે, ક્રૂડ ઓઈલની ઊંચી કિંમતો અને ફુગાવાના મજબૂત બનેલા રહેવાથી ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારાની આશા ફરી વધી ગઈ છે. આનાથી લાંબા સમય સુધી ઊંચા વ્યાજ દરો જળવાઈ રહેવાની શક્યતા મજબૂત થઈ છે. માનવ મોદીએ જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલા શેરોમાં મોટા ઘટાડાને કારણે પણ સોના અને ચાંદી પર દબાણ વધ્યું. શેરબજારમાં નુકસાનના કારણે કેટલાક રોકાણકારોએ અન્ય રોકાણો વેચીને રોકડ એકત્ર કરવી પડી. આનાથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો વધુ વધ્યો.

ચાંદીનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ થાય છે. તેથી Stock Market અને Industrial પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી ચિંતાઓનો પ્રભાવ ચાંદી પર વધુ પડ્યો, જેની કિંમત સોનાની સરખામણીમાં વધુ ઘટી. આ ઉપરાંત, ચીનમાં રોકાણકારો દ્વારા રોકડ એકત્ર કરવા માટે સોનું વેચવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આને ઘટાડાનું એક સંભવિત કારણ જણાવવામાં આવ્યું છે પરંતુ તેની પુષ્ટિ થઈ નથી. માનવ મોદીએ એ પણ જણાવ્યું કે, અમેરિકાની મધ્યાવધિ ચૂંટણી પહેલા સોનામાં ઘટાડા પર દાવ લગાવનારા રોકાણકારોની સંખ્યા વધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પની પાર્ટીને સંસદમાં બહુમતી મળે છે કે નહીં, તે પણ સોનાના ભાવની આગળની દિશા નક્કી કરનારું એક મહત્વપૂર્ણ કારણ બની શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
‘સોનું’ નથી સુરક્ષિત ! આ 7 મોટા કડાકાથી હલી ગયું હતું ‘આખું બજાર’, રોકાણકારોના ‘કરોડો’ ધોવાયા હતા
