Gir Somnath : વેરાવળની એક્સિસ બેંકના ત્રણ કર્મચારીઓનું કારસ્તાન, ગોલ્ડ અપાવવાના નામે અસલી નક્લીનો ખેલ ખેલી ગ્રાહકોનો લગાવ્યો કરોડોનો ચુનો

Gir Somnath: વેરાવળની એક્સિસ બેંકના ત્રણ કર્મચારીઓએ બેંકના કર્મચારીઓને અંધારામાં રાખી કરોડોનું કૌભાંડ આચર્યુ છે. ગોલ્ડ લોન વિભાગના સેલ્સ મેનેજર અને બે કર્મચારીઓને પોલીસે ઝડપી લીધા છે. તપાસ બાદ વધુ આરોપીઓ અને રકમ બંનેમાં વધારો થાય તેવી આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 7:29 PM
Gir Somnath: વેરાવળ શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલ એક્સિસ બેન્કમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા અને પોલીસના મતે મુખ્ય માસ્ટર માઈન્ડ એવા માનસિંગ ગઢીયા અને વિપુલ રાઠોડ અને પીન્કી ખેમચંદાણી સહિતના ત્રણેયે મળી પૂર્વ નિયોજીત કૌભાંડ આચાર્યુ. આ ત્રણેય કૌભાંડીની પોલીસે ધરપકડ કરી અને આગળની તપાસ હાથ ધરી છે.

1 / 6
 પોલીસના જણાવ્યા મુજબ આ ત્રણે કર્મચારીઓ જે કોઈ ગ્રાહક ગોલ્ડ લોન લેવા બેંકમાં આવે તેને નિયમ પ્રમાણે ગોલ્ડ લોન આપી અને તેમના સોનાના દાગીનું ઓડિટ થયા પછી વેરિફિકેશન કર્યા બાદ સોનાના પાઉચમાંથી અસલ દાગીના બહાર કાઢી લઈ તેમાં નકલી દાગીના મૂકી અને ફરી પાછા સાચા દાગીનાની લોન ડમી ગ્રાહકો ઊભા કરી અને ફરી તેના નામે એ જ દાગીના પર લોન મેળવતા હતા.

2 / 6
 એક્સિસ બેન્કમાં સરપ્રાઈઝ ઓડીટ કરાતા પાંઊચમાં રાખેલા દાગીના શંકાસ્પદ ઓછા વજનના અને નકલી જણાતા બેન્ક મેનેજર રામ સોલંકી દ્વારા વેરાવળ પોલીસમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

3 / 6
વેરાવળની એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોન કૌભાંડ મામલે વેરાવળ પોલીસ માં બેન્કના જ ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ  FIR નોંધાઈ છે. હાલના તબક્કે 2 કરોડના 2 કિલો 746 ગ્રામ સોનાની ઠગાઈ સામે આવી છે. જ્યારે ગોલ્ડ લોનના 426 પાઉચની તપાસ શરૂ કરાઈ છે

4 / 6
પ્રથમ 6 પાઉચની તપાસ માં જ 2 કરોડની ઉચાપત સામે આવી છે. હજુ અન્ય પાઉચની તપાસમાં દસેક દિવસ લાગશે. ઉચાપતનો આંક 12 થી 15 કરોડને આંબે તેવી શકયતા છે.  ગોલ્ડલોન બ્રાન્ચના સેલ્સ મેનેજર માનસિંગ  ગઢીયા, વિપુલ રાઠોડ અને પિન્કી ખેમચંદાનીની પોલીસે ધરપકડ કરી છે. ત્રણેય વિરુદ્ધ આઈ.પી.સી ની કલમ 409,406,420,465,467,468,અને120 B મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

5 / 6
એક જવાબદાર સંસ્થા તરીકે, એક્સિસ બેંક તેના બ્રાન્ચ ગોલ્ડ લોન (GL) પોર્ટફોલિયો સહિત તેના તમામ વ્યવસાયિક કાર્યોનું નિયમિત ઓડિટ કરે છે. 29/09/2023 ના રોજ વેરાવળ શાખામાં ઓડિટ હાથ ધરતી વખતે, બેંક અધિકારીઓએ ગોલ્ડ લોન પ્રક્રિયામાં કેટલીક વિસંગતતા ધ્યાનમાં લીધી. આંતરિક તપાસમાં, એવું જણાયું હતું કે શાખા માટે ગોલ્ડ લોનના વ્યવસાયની દેખરેખ રાખતા ત્રણ કર્મચારીઓએ નકલી ગ્રાહકોના નામે તાજી ગોલ્ડ લોન મેળવવાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હતો.  એક્સિસ બેંકે ગીર સોમનાથ જિલ્લાની સ્થાનિક એસપી ઓફિસને દુષ્કર્મની જાણ થતાં તરત જ જાણ કરી અને ત્યારબાદ પોલીસ એફઆઈઆર દાખલ કરી. એક્સિસ બેંક આવી બાબતો પ્રત્યે શૂન્ય સહનશીલતા ધરાવે છે અને આ મુદ્દાને ઉકેલવામાં સંબંધિત સત્તાવાળાઓને સહકાર આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

6 / 6
Follow Us:
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ

કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી

સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો

આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !

જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ

ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી

રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ

ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત

વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક

પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે

g clip-path="url(#clip0_868_265)">