100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ થયા ગૌતમ અદાણી, મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

અદાણી ગ્રુપની સ્થાપના વર્ષ 1988માં કરવામાં આવી હતી. તેની કુલ માર્કેટ કેપ 151 બિલિયન ડોલર છે. હાલમાં ગ્રુપની સાત કંપનીઓ લિસ્ટેડ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 6:59 PM
માર્ચ મહિનામાં અદાણી ગ્રૂપના શેરમાં (Adani Group of Companies) બમ્પર તેજી જોવા મળી હતી, જેના કારણે ગૌતમ અદાણીની (Gautam Adani) સંપત્તિમાં ભારે વધારો થયો હતો. આ તેજીના કારણે ગૌતમ અદાણી પ્રથમ વખત 100 બિલિયન ડોલરની એક્સક્લુઝિવ ક્લબમાં સામેલ થયા છે. ફરી એકવાર તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ભારતના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી વિશ્વના દસમા સૌથી અમીર વ્યક્તિ છે, જ્યારે મુકેશ અંબાણી 11માં સ્થાને આવી ગયા છે.

1 / 6
ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 100 બિલિયન ડોલર છે. તેઓ પહેલીવાર આ ક્લબમાં સામેલ થયા છે. મુકેશ અંબાણી 99 બિલિયન ડોલર સાથે ભારતમાં બીજા નંબરે છે. ઈલોન મસ્ક 273 બિલિયન ડોલર સાથે પ્રથમ સ્થાને છે. તેમના પછી જેફ બેઝોસ, બર્નાર્ડ આર્નોલ્ટ, બિલ ગેટ્સ, વોરેન બફેટ, લેરી પેજ, સર્ગેઈ બ્રિન, સ્ટીવ બાલ્મર, લેરી એલિસન અને પછી ગૌતમ અદાણી આવે છે.

2 / 6
વર્ષ 2022માં ગૌતમ અદાણીની સંપત્તિમાં અત્યાર સુધીમાં 23.5 અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે. આ વર્ષે સંપત્તિમાં ઉછાળાના મામલામાં તે વિશ્વમાં નંબર વન છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં 9 બિલિયન ડોલરનો ઉછાળો આવ્યો છે અને તેઓ આ મામલે પાંચમાં નંબર પર છે. ગૌતમ અદાણી પછી વોરેન બફેટ, સ્વિસ બિઝનેસમેન ગુઈલેમ પોસાઝ, અમેરિકન કેન ગ્રિફીન અને પછી મુકેશ અંબાણી આવે છે.

3 / 6
આ મહિને અદાણી ગ્રુપની કંપનીઓમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા એક મહિનામાં અદાણી વિલ્મર 43 ટકા, અદાણી પાવર 64 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 25 ટકા, અદાણી ટોટલ ગેસ 42 ટકા અને અદાણી ટ્રાન્સમિશન 14 ટકા વૃદ્ધિ પામ્યા છે. અદાણી ગ્રુપની કંપનીઓમાં તેજીના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં તેજી આવી છે.

4 / 6
Gautam Adani

Gautam Adani

5 / 6
અદાણી ગ્રુપની સ્થાપના વર્ષ 1988માં કરવામાં આવી હતી. તેની કુલ માર્કેટ કેપ 151 બિલિયન ડોલર છે. હાલમાં ગ્રુપની સાત કંપનીઓ લિસ્ટેડ છે. તેનો બિઝનેસ પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન, રિન્યુએબલ એનર્જી, ગેસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ (સીપોર્ટ, એરપોર્ટ, શિવિંગ અને રેલ), માઈનિંગ રિસોર્સિસ અને અન્ય ક્ષેત્રોમાં ફેલાયેલો છે. રિન્યુએબલ એનર્જી અંગે કંપનીની મોટી યોજના છે. કંપની આગામી કેટલાક વર્ષોમાં રિન્યુએબલ એનર્જીમાં 50-70 બિલિયન ડોલરનું જંગી રોકાણ કરવાની યોજના ધરાવે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">