દિવાળીના તહેવાર સમયે જ મોંઘી બની ફુલોની મહેંક, માગ વધતા બજારમાં તેજી, ફૂલ સાથે કેટલીક શાકભાજીના ભાવમાં પણ થયો વધારો- તસ્વીરો
અમદાવાદ: દિવાળીના તહેવાર સમયે જ ફુલોની મહેક મોંઘી બની છે. માગ વધતા બજારમાં તેજી જોવા મળી છે. પૂજા અને શણગારના ઉપયોગમાં લેવાતા ગલગોટા, ગુલાબ, અને સેવંતીના ભાવમાં વધારો થયો છે. આ તરફ શાકભાજીના ભાવ પણ વધ્યા છે. હાલ ડુંગળી, ટામેટા, ચોળી, ગવાર, ભીંડા સહિતના શાકભાજીના ભાવ વધ્યા છે

અમદાવાદ: દિવાળીના તહેવારોને લઇ માગ વધતા ફૂલોની મહેક મોંઘી બની છે. દિવાળીમાં ફૂલની માગ વધતા બજારમાં ફૂલ તેજી જોવા મળી રહી છે. પૂજા અને શણગારના ઉપયોગમાં લેવામાં આવતા ગલગોટા, ગુલાબ અને સેવંતી ફૂલના ભાવમાં વધારો થયો છે.

તહેવારો સમયે ફુલોની માગ વધી છે, જેના કારણે ભાવ પણ વધ્યા છે. પહેલા જે ગલગોટા 40 રૂપિયાના ભાવે મળી રહ્યાં હતા તે હવે 60 થી 100ના ભાવે કિલો વેચાઇ રહ્યાં છે.

ગુલાબ 80 રૂપિયે હતા જે વધીને 120 રૂપિયાના ભાવે કિલો વેચાઇ રહ્યાં છે. વેપારીઓના જણાવ્યા મુજબ મોટા ભાગે ફુલો મધ્ય પ્રદેશથી આવતો હોય છે જ્યાં અન્ય ખેતી શરૂ કરતાં ગલગોટાને નુકસાન થતા અસર થઈ છે. જેના કારણે ગલગોટાની ડિમાન્ડ સામે આવક ઘટતા આ ભાવ વધારો નોંધાયો છે. સેવંતીમાં નવો માલ આવતા ભાવ વધારો નોંધાયો છે.

સેવંતી ફૂલના ભાવ જે 70 રૂપિયે હતા તે વધીને 150 રૂપિયા કિલો મળી રહ્યાં છે. આ ભાવ હોલસેલના ભાવ છે. જેની સામે રિટેઇલ બજારમાં 20 થી 40 રૂપિયા વધુ ભાવ જોવા મળતો હોય છે

સેવંતીમાં નવો માલ આવતા ભાવ વધારો નોંધાયો છે.

એટલું જ નહીં આસોપાલવનો હાર પણ 5 રૂપિયાને બદલે હાલ 20 રૂપિયામાં મળી રહ્યાં છે. દિવાળીમાં ફૂલો અને આસોપાલવના તોરણ તાતી જરૂરિયાત હોવાથી લોકો ભાવ વધારા વચ્ચે પણ ખરીદી કરી રહ્યા છે. જોકે ભાવ વધારાના કારણે લોકોના બજેટ પર પણ અસર પડી છે.

તહેવાર સમયે લોકોના સ્વાદ અને થાળીની શોભામાં વધારો કરતા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. હાલમાં ડુંગળી, ચોળી અને ટામેટાના ભાવમાં વધારો નોંધાયો છે. ડિમાન્ડ સામે આવક ઘટતા આ ભાવ વધારો નોંધાયો છે. અન્ય શાકભાજીના ભાવમાં ઘટાડો છે. જેમા વટાણા 300ના 150 થયા છે. ટામેટા 30ના 50 થયા છે. ગવાર 100ના 80 રૂપિયા થયા છે. ભીંડા 100ના 80 રૂપિયા થયા છે. ચોળી 80ની 150ની કિલો થઈ છે. આદુ 160માંથી 140નુ થયુ છે. જ્યારે ડુંગળી 40 માંથી 80 થઈ છે.