Photos: યુક્રેનની ‘બ્યુટી ક્વીન’ જેણે પહેલા પોતાની સુંદરતાથી લોકોના મન મોહ્યા, અને હવે હથિયાર ઉઠાવીને લોકોના દિલ જીત્યા

પૂર્વ મિસ ગ્રાન્ડ યુક્રેન અનાસ્તાસિયા લેનાએ યુક્રેન પર હુમલા બાદ રશિયા સામે હથિયાર ઉઠાવ્યા છે. તેણે રશિયન સૈનિકોને પણ ચેતવણી આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 2:44 PM
રશિયાના હુમલા બાદ યુક્રેનના સામાન્ય લોકોએ રશિયા સામે હથિયાર ઉપાડ્યા છે.  તેવામાં હવે યુક્રેનની બ્યુટી ક્વીન અને ભૂતપૂર્વ મિસ ગ્રાન્ડ યુક્રેન અનાસ્તાસિયા લેના પણ યુદ્ધના મેદાનમાં ઉતરી છે. અનાસ્તાસિયા લેના દેશની સેનામાં જોડાઈ ગઈ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર હથિયારો સાથેની તસવીરો પણ શેર કરી છે.

1 / 8
એનાસ્તાસિયા લેનાને 2015માં 24 વર્ષની ઉંમરે મિસ ગ્રાન્ડ યુક્રેનનો તાજ મળ્યો હતો. પરંતુ હવે મોડલે યુક્રેનના બચાવ માટે પોતાની જાતને યુદ્ધના મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. ગ્લેમરસ કપડામાં દેખાતી આ મોડલ હવે આર્મી યુનિફોર્મ અને હથિયારો સાથે જોવા મળી રહી છે.

2 / 8
યુક્રેનિયન આર્મીમાં જોડાતા પહેલા તેણે તુર્કીમાં જનસંપર્ક મેનેજર તરીકે પણ સેવા આપી હતી.

3 / 8
ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર અનાસ્તાસિયાની તસવીરોમાં, તે લશ્કરી સાધનો સાથે જંગલો અને ઇન્ડોર તાલીમ મેદાનમાં પ્રેક્ટિસ કરતી જોઈ શકાય છે. હવે તે યુદ્ધના મેદાનમાં તેના અનુભવનો ઉપયોગ કરશે.

4 / 8
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ અઠવાડિયે યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યા પછી ભૂતપૂર્વ બ્યૂટી ક્વીને તેના દેશને સમર્થન આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તે તેના ફોલોવર્સને દેશમાં થઈ રહેલા ઘટનાક્રમ વિશે માહિતી આપી રહી છે.

5 / 8
શનિવારે અનાસ્તાસિયાએ ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ પ્રકારની દેશભક્તિની સામગ્રી શેર કરી હતી. આ સાથે યુદ્ધની તસવીરો પણ શેર કરી હતી. તેણે રશિયન સૈનિકોને પણ ચેતવણી આપી હતી.

6 / 8
અન્ય એક પોસ્ટમાં તેમણે યુક્રેનમાં અત્યાર સુધી લોકો અને સેના દ્વારા દર્શાવવામાં આવેલા પ્રતિકારની પ્રશંસા કરી હતી. અનાસ્તાસિયાએ કહ્યું કે અમારી સેના એ રીતે લડી રહી છે કે નાટોએ યુક્રેનમાં પ્રવેશ માટે અરજી કરવી જોઈએ.

7 / 8
બ્યુટી ક્વીન હોવા ઉપરાંત, અનાસ્તાસિયાએ કિવની સ્લેવિસ્ટિક યુનિવર્સિટીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં સ્નાતક પણ કર્યું છે. તે લોકોને રશિયા સામે ઊભા રહેવા માટે પણ વિનંતી કરી રહી છે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">