Health : આ ફૂડ્સ આંખોને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે, પહેલા ‘2’ નામ જોઈને જ ભલભલાના પરસેવા છૂટી જશે
આજની વ્યસ્ત જીવનશૈલીમાં આપણે આપણી આંખોની કાળજી રાખવાનું જ ભૂલી ગયા છીએ. હવે જો આંખોની કાળજી યોગ્ય રીતે રાખવામાં ન આવે તો આંખોને નુકસાન ભોગવવું પડી શકે છે. જણાવી દઈએ કે, આનું મુખ્ય કારણ આપણી ખાવાની આદતો પણ હોઈ શકે છે.

હાલની વ્યસ્ત જીવનશૈલીમાં આપણે કલાકો સુધી મોબાઇલ અને લેપટોપની સ્ક્રીન પર સમય વિતાવીએ છીએ, જેની આપણી આંખો પર નકારાત્મક અસર પડી શકે છે. એવામાં કેટલાંક ફૂડ્સ એવા છે કે, જેનાથી આપણી આંખોને નુકસાન થાય છે અને છેવટે દૃષ્ટિ નબળી પડી જાય છે.

જંક ફૂડ, વધુ પડતી મીઠાઈ અથવા તો તળેલો ખોરાક ના ફક્ત આપણા શરીરને નુકસાન પહોંચાડે છે પરંતુ આપણી આંખો માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, કયા ફૂડ્સનું સેવન કરતાં પહેલા 100 વાર વિચારવું જોઈએ.

બ્રેડ અને પાસ્તા: મેંદાનો લોટ ફક્ત આપણા સ્વાસ્થ્યને જ નહી આપણી આંખોને પણ નુકસાન પહોંચાડે છે. રોજ આપણે બ્રેકફાસ્ટમાં બ્રેડ ખાઈએ છીએ અને ખાસ વાત તો એ કે, તેમાંથી આપણે પાસ્તા પણ બનાવીએ છીએ. જણાવી દઈએ કે, તેમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે સરળતાથી પચી જાય છે. આવી સ્થિતિમાં, તેમાં રહેલા બ્લડ સુગર ઝડપથી વધે છે અને એ આપણી આંખોને નુકસાન પહોંચાડે છે. નોંધનીય છે કે, તમે બ્રાઉન બ્રેડ અથવા સોજીમાંથી બનાવેલ પાસ્તા ખાઈ શકો છો.

જંક ફૂડ્સ: જંક ફૂડમાં રહેલું તેલ સ્વાસ્થ્યની સાથે સાથે આંખો માટે પણ હાનિકારક છે. તમને જણાવી દઈએ કે, જંક ફૂડ કોલેસ્ટ્રોલ વધારે છે. આવી સ્થિતિમાં, ધમનીઓ બ્લોક થઈ જાય છે અને તેનાથી સ્ટ્રોક તેમજ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. આ સાથે જ આંખોની રોશની પણ ગુમાવી શકાય છે.

કોલ્ડ ડ્રિંક્સ: જો તમે કોલ્ડ ડ્રિંક્સ પીઓ છો, તો તમને ઘણા પ્રકારના રોગ થઈ શકે છે. આ પીણાં માત્ર વજન જ નહીં પણ ડાયાબિટીસનું જોખમ પણ વધારે છે. આ ઉપરાંત, આંખ સંબંધિત રોગ અને રેટિનોપેથી થવાની શક્યતાઓ પણ રહે છે.

લાલ માંસ: મોટાભાગના લોકો લાલ માંસ ખાય છે. આ તમને ખાવામાં સ્વાદિષ્ટ લાગશે પણ તમારા શરીર માટે બિલકુલ યોગ્ય નથી. તે ડાયાબિટીસને પ્રોત્સાહન આપે છે અને ડાયાબિટીસની સીધી અસર આંખોની રોશની પર પણ પડી શકે છે.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
