AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ, પાવર ગ્રીડના વળતર મુદ્દે મહાકુચ, જુઓ Video

મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ, પાવર ગ્રીડના વળતર મુદ્દે મહાકુચ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2026 | 4:37 PM
Share

મોરબીના ખેડૂતોએ પાવર ગ્રીડ દ્વારા થતા વીજ લાઇનના વળતર મુદ્દે ગાંધીનગર સુધી મહાકુચ આદરી છે. એક હજારથી વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા છે, જ્યાં તેઓ કૃષિમંત્રી સમક્ષ પાવર ગ્રીડના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરશે.

મોરબીના ખેડૂતોએ પાવર ગ્રીડના વળતર મુદ્દે ગાંધીનગર સુધી મહાકુચ શરૂ કરી છે. એક હજારથી પણ વધારે ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા છે. આ આંદોલન મુખ્યત્વે વીજ લાઈનના વળતર અને પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે થતી છેતરપિંડીના વિરોધમાં છે. ખેડૂતોની માંગ છે કે પાવર ગ્રીડના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આવતી કાલે સોમવારે આ ખેડૂતો અમદાવાદમાં એકઠા થઈને ગાંધીનગર પહોંચશે. આ કુચમાં જોડાયેલા ખેડૂતોએ રાજ્યના કૃષિમંત્રીને સંબોધતા જણાવ્યું હતું કે, “તમે કહેતા હતા કે ખેડૂતોના હિતો સાથે કોઈ પણ છેતરપિંડી કરશે, ખેડૂતોના હિતોમાં કોઈ પણ લેભાગુ તત્વો આવશે તો એને સાંખી લેવામાં નહીં આવે.” તેઓએ જીતુભાઈ નામના વ્યક્તિને પણ સંબોધતા કહ્યું કે, જે કંપનીઓ વીજ થાંભલા નાખીને ખેડૂતોને જીવનભરના જોખમમાં મૂકે છે, તેના અધિકારીઓને જેલમાં નાખવામાં આવે. ખેડૂતો “જય કિસાન, જય જવાન” ના નારા સાથે પોતાના હકો માટે અડગ છે.

અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય

Published on: Jun 14, 2026 04:36 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">