Stock Market: આ કંપનીને 104 કરોડ રૂપિયાનું બમ્પર સરકારી ટેન્ડર મળ્યું, સોમવારે દરેક રોકાણકાર તેના શેર પર નજર રાખશે
સ્ટોક માર્કેટમાં હાલ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને રોકાણકારો પણ આ ઘટાડાથી ચિંતિત છે. જો કે, આ બધાની વચ્ચે એક અનુભવી EPC કંપનીને કરોડોનો ખાસ કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટ મળતાની સાથે જ હવે કંપનીના શેરમાં પણ હલચલ જોવા મળશે.

ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થાને સુધારવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. યુપી જલ નિગમ (શહેરી) દ્વારા આગ્રા વોટર સપ્લાય રી-ઓર્ગેનાઇઝેશન યોજના (ટ્રાન્સ યમુના ઝોન-I અને II)ના પ્રથમ પેકેજ હેઠળ EMS લિમિટેડને એક ખાસ ટેન્ડર મળ્યું છે.

કંપનીને ₹104.06 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બિડ લગાવનારી કંપની (L-1) તરીકે પસંદ કરવામાં આવી છે. સરકારી ટેન્ડર મળ્યા બાદ શુક્રવારે શેરના ભાવમાં તેજી જોવા મળી અને હવે સોમવારે પણ તેના શેરોમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

આ યોજના અંતર્ગત EMS લિમિટેડને ઈન્ટેક વેલકમ પંપ હાઉસ, એપ્રોચ બ્રિજ, 1100 મી.મી. વ્યાસની રો વોટર રાઈઝિંગ મેન પાઈપલાઈન અને 55 MLD ક્ષમતા ધરાવતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવાનું છે.

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી યમુના પારના વિસ્તારોમાં સ્વચ્છ અને પીવાને યોગ્ય પાણી ઉપલબ્ધ થઈ શકે.

આ પ્રોજેક્ટમાં સામેલ તમામ કામગીરી જેમ કે સર્વેક્ષણ, માટી તપાસ (સોઇલ ઇન્વેસ્ટિગેશન), ઈજનેરી, ડિઝાઇન, સામગ્રીની સપ્લાય, નિર્માણ, ટેસ્ટિંગ અને કમિશનિંગનો તમામ હિસ્સો EMS લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ યોજના 24 મહિનાના અંદાજિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.

EMS લિમિટેડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ ઓર્ડર સંપૂર્ણપણે ઘરેલુ (ડોમેસ્ટિક) છે અને તેમાં કોઈપણ સંબંધિત પાર્ટીની ભાગીદારી નથી. આગામી દિવસોમાં જો આ પ્રોજેક્ટને લઈને કોઈપણ અગત્યની માહિતી બહાર આવશે તો કંપની તે અંગે જરૂરથી જાણ કરશે.

EMS લિમિટેડ એક મલ્ટી-ડિસિપ્લિનરી EPC કંપની છે, જે પાણી અને વેસ્ટ વોટર (ગંદા પાણી)ને લઈને સંગ્રહ, શુદ્ધિકરણ અને નિકાલ જેવી સેવાઓ આપે છે.

કંપનીનું મુખ્ય મથક દિલ્હી સ્થિત છે. EMS લિમિટેડ અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, હરિયાણા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં 70થી વધુ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પાર કરી ચૂકી છે.

હાલ સુધીમાં EMS લિમિટેડે 500 અરબ લીટરથી વધુ ગંદા પાણીનું શુદ્ધિકરણ કર્યું છે અને 1,400 કિ.મી.થી વધુ લંબાઈની સીવેજ પાઈપલાઇન ગોઠવેલી છે.

આ પ્રોજેક્ટની જાહેરાતના દિવસે એટલે કે શુક્રવાર 20 જૂને, EMS લિમિટેડના શેર 0.4% વધ્યા હતા. કંપનીની હાલની ઓર્ડર બુક રૂ. 1,800 કરોડથી વધુ છે અને રૂ. 4000 કરોડની નવી બિડિંગ પાઇપલાઇન પર પણ કામ ચાલી રહ્યું છે.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
