શું તમે પણ જાગતાની સાથે જ તમારો ફોન ચેક કરો છો? જો ‘હા’ તો ચેતી જજો નહીંતર….
આજકાલ મોટાભાગના લોકો સવારની શરૂઆત મોબાઈલ ચેક કરીને કરે છે. લોકો સવારે એલાર્મ બંધ કરતાની સાથે જ સોશિયલ મીડિયા નોટિફિકેશન, મેસેજ અને ઇમેલ્સ તપાસવા લાગે છે. જો કે, સવારે ઉઠતાની સાથે જ ફોન જોવાની આ આદત તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. તો ચાલો જાણીએ કે, સવારે ઉઠીને ફોન ચેક કરવાથી સ્વાસ્થ્ય પર શું શું ખરાબ અસર પડે છે.

ઘણા લોકોને સવારે ઉઠીને સૌથી પહેલા પોતાનો ફોન ચેક કરવાની આદત હોય છે. આજની જીવનશૈલીમાં આપણે મોબાઈલ ફોન વિના જીવવાનું પણ વિચારી શકતા નથી. જેમ લોકો માટે રહેવું અને ખાવું જરૂરી બની ગયું છે, તેવી જ રીતે મોબાઈલ પણ તેમના જીવનનો એક ખાસ ભાગ બની ગયો છે.

જો તમે સવારે ઉઠતાની સાથે જ ફોનની સ્ક્રીન પર નજર નાખો છો, તો આ આદત ઘણી ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે. સવારે ઉઠતાની સાથે જ ફોનનો ઉપયોગ કરવાથી તમારો આખો દિવસ ભાંગી પડે છે અને તમને થાક અનુભવાય છે.

જ્યારે આપણે સવારે ઉઠતાની સાથે જ ફોનનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે ફોનમાંથી આવતી બ્લૂ લાઇટ આંખો પર દબાણ લાવે છે, જેના કારણે આંખો થાકેલી લાગે છે. આ આદતને કારણે રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા ઊભી થઈ શકે છે.

સવારે ઉઠતાની સાથે જ ફોનનો ઉપયોગ કરવાની આદત તણાવ વધારી શકે છે. ઘણી વખત જ્યારે આપણે સવારે ઉઠતાની સાથે જ આપણો મોબાઈલ ચાલુ કરીએ છીએ, ત્યારે આપણને નોટિફિકેશન અને મેસેજ જોવા મળે છે, જેના કારણે તણાવ વધે છે અને આપણો મૂડ ખરાબ થાય છે.

સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી તમે તમારા કામ પર ફોકસ કરી શકતા નથી, જેના કારણે તમારી પ્રોડક્ટિવિટી ઘટી જાય છે.

નિષ્ણાતોના મુજબ સવારે ઉઠ્યા પછી, કસરત કરવી જોઈએ. કસરત કરીને આપણે આપણા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સારી રીતે મેનેજ કરી શકીએ છીએ.
કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.
