AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દિવાળી-છઠ પૂજાની ભીડ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય! 6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બંધ

આ ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ 6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 15 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Breaking News : દિવાળી-છઠ પૂજાની ભીડ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય! 6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બંધ
Railway
| Updated on: Nov 03, 2026 | 11:38 AM
Share

દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ 6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 15 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ 6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ

પશ્ચિમ રેલવે દ્વારા 1 નવેમ્બરથી 15 નવેમ્બર, 2026 સુધી નીચેના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ સ્થગિત કરવામાં આવ્યું છે.

  • બાંદ્રા
  • વાપી
  •  વલસાડ
  •  ઉધના
  • સુરત
  • મહેસાણા

આ સમયગાળા દરમિયાન આ સ્ટેશનો પર મુસાફરોને મૂકવા કે લેવા આવતા લોકો પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકશે નહીં. જોકે, માન્ય ટ્રેન ટિકિટ ધરાવતા મુસાફરોને મુસાફરી માટે પ્રવેશ આપવામાં આવશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

દિવાળી અને છઠ પૂજા દરમિયાન ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધી જાય છે. મોટી સંખ્યામાં લોકો વતન જવા માટે સ્ટેશનો પર પહોંચતા હોવાથી પ્લેટફોર્મ પર ભીડ અને ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ શકે છે.

આવી સ્થિતિને ટાળવા અને બિનજરૂરી ભીડ ઘટાડવા માટે રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કર્યું છે. આ નિર્ણયથી ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને સરળતાથી અવરજવર કરવામાં મદદ મળશે.

અમદાવાદના કાલુપુર અને સાબરમતી સ્ટેશન પર પણ ખાસ વ્યવસ્થા

તહેવારો દરમિયાન અમદાવાદના કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની ભારે ભીડ થવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને બંને સ્ટેશનો પર ખાસ હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યા છે. અહીં મુસાફરો માટે લાઇટિંગ, પંખા, પીવાનું પાણી અને શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મુસાફરોને ટ્રેન આવે તે પહેલાં નિર્ધારિત જગ્યાએ રાહ જોવા અને ત્યારબાદ તબક્કાવાર પ્લેટફોર્મ પર જવા માટે સૂચના આપવામાં આવશે. ભીડનું નિયંત્રણ કરવા માટે વધારાના સુરક્ષા કર્મચારીઓ અને CCTV કેમેરાની મદદ પણ લેવામાં આવશે.

મુસાફરોએ શું ધ્યાન રાખવું?

જો તમે આ 6 સ્ટેશનોમાંથી કોઈ સ્ટેશન પર પરિવારના સભ્યને ટ્રેનમાં બેસાડવા કે લેવા જવાના હો, તો 15 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે તે વાત ધ્યાનમાં રાખજો. તહેવારો દરમિયાન બિનજરૂરી રીતે પ્લેટફોર્મ પર જવાનું ટાળો અને રેલવેના નિયમોનું પાલન કરો.

Breaking News: અમદાવાદમાં ફૂટપાથ પર આરામ કરી રહેલા શ્રમિક પરિવારને ફોર્ચ્યુનર ચાલકે કચડ્યો, માતા-પુત્રનાં મોત, કારમાંથી બિયરના 6 ટીન મળ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">