ભારતના સૌથી જૂના અને જાણીતા સ્વિમિંગ પુલ ! રસપ્રદ વાતો જોડાયેલી છે પણ 99.9% લોકોને આના વિશે નથી ખબર
ઘણી સદીઓ પહેલા મંદિરો અને મહેલોની નજીક તળાવો અને વાવ બનાવવામાં આવતા હતા, જ્યાં લોકો સ્નાન કરતા, તરતા અને ધાર્મિક વિધિઓ કરતા રહેતા. સરળ રીતે કહીએ તો, આ જૂના તળાવોને તે સમયના સૌથી સુંદર સ્વિમિંગ પુલ કહી શકાય. એવામાં ચાલો જાણીએ કે, ભારતના સૌથી જૂના સ્વિમિંગ પુલ કયા છે...

ભારતમાં આધુનિક સ્વિમિંગ પુલ અને સ્વિમિંગ ક્લબ બ્રિટિશ સમયગાળા દરમિયાન શરૂ થયા હતા. અંગ્રેજોએ પહેલા સ્વિમિંગ ક્લબ બનાવ્યા અને બસ ત્યારથી દેશમાં સ્વિમિંગ પુલનો ટ્રેન્ડ શરૂ થિયા ગયો.

'The Calcutta Swimming Club' પૂલ વર્ષ 1887 માં બ્રિટિશ સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યો હતો. જાણીને નવાઈ લાગશે પણ વાત એમ છે કે, શરૂઆતમાં આ પૂલ ફક્ત ગોરા પુરુષો માટે જ ખુલ્લો રાખવામાં આવતો હતો. આ પૂલ સ્ટ્રેન્ડ રોડ પર સ્થિત છે અને એક સમયે કોલકાતાના સામાજિક તેમજ વસાહતી જીવનનો એક ભાગ હતો.

'The College Square Swimming Pool' કોલકાતાનું પ્રથમ ભારતીય સ્વિમિંગ ક્લબ હતું, જે યુનિવર્સિટીના ગોલ્ડીઘી તળાવમાં શરૂ થયું હતું. ક્લબના સચિવ પ્રમોથ નાથ ઘોષના નેતૃત્વ હેઠળ રમતગમત પ્રેમીઓની ટીમ દ્વારા તેની રચના કરવામાં આવી હતી. અહીંના પ્રારંભિક સભ્યોમાં મહારાજાઓ, ન્યાયાધીશો અને મોટા વ્યાપારી ગૃહોનો સમાવેશ થતો હતો.

આંધ્ર યુનિવર્સિટી ભારતની પ્રથમ યુનિવર્સિટી હતી, જેના કેમ્પસમાં સ્વિમિંગ પૂલ હતો. આ પૂલ જૂની પોસ્ટ ઓફિસની નજીક હતો અને વર્ષ 1962 સુધી કાર્યરત રહ્યો હતો. જો કે, બાદમાં આ પૂલ બંધ થઈ ગયો હતો.

મુંબઈના સાઉથ બોમ્બે સ્થિત 'The Breach Candy Swimming Pool' બનેલો છે. આ પૂલ બ્રીચ કેન્ડી સ્વિમિંગ બાથ ટ્રસ્ટનો છે. આને વર્ષ 1876 માં બનાવવામાં આવ્યો હતો. આ પૂલ દરિયા કિનારે સ્થિત છે અને તેનો આકાર લંબચોરસ નહી પરંતુ પ્રાકૃતિક દરિયા કિનારા જેવો છે. (Photo Credit: breachcandyclub)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
