Health Tips : બાળકોના વિકાસ માટે ખીરા કાકડીના ચોંકાવનારા ફાયદા તમે નહીં જાણતા હોવ..
ખીરા કાકડીમાં અંદાજે 95% પાણી હોય છે, જેને કારણે તે શરીરને ઠંડક અને તાજગી આપે છે. આ પોષક તત્ત્વોથી ભરપૂર શાકભાજી બાળકો માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ કે કાકડી ખાવાથી નાનાં બાળકોને શું શું લાભ મળી શકે છે.

ખીરા કાકડીમાં પેક્ટીન નામનું વિશિષ્ટ ફાઇબર હોય છે, જે આંતરડાની ગતિને સરળ બનાવે છે. તેમાં રહેલું વધારાનું પાણી ખોરાકને સહેલાઈથી પચાવવામાં મદદરૂપ બને છે અને મલ અવરોધ વિના બહાર નીકળી શકે છે. કાકડીમાં રહેલા ફાઇબરથી પાચન પ્રક્રિયા સુધરે છે. (Credits: - Canva)

ખીરા કાકડીમાં વિટામિન K, વિટામિન C, વિટામિન A ઉપરાંત પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી ખનિજો પણ હોય છે, જે બાળકોનો સારો વિકાસ અને સારી તંદુરસ્તી માટે મહત્વ ધરાવે છે. (Credits: - Canva)

બાળકો હવામાનની પરવા કરતા નથી, તેઓ રમવામાં વ્યસ્ત રહે છે. ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની કમી ટાળવા અને ઊર્જા જાળવવા માટે ખીરા કાકડી નાસ્તા તરીકે યોગ્ય વિકલ્પ બની શકે છે. તેમાં રહેલું ફાઇબર લાંબા સમય સુધી ભૂખ ન લાગે તેવી અનુભૂતિ કરાવે છે. (Credits: - Canva)

ખીરા કાકડીમાં પાણીનું પ્રમાણ ખુબ જ વધુ હોય છે, જે ગરમીના દિવસોમાં બાળકોના શરીરમાં તાજગી અને પાણીની સમતુલતા જાળવવામાં ઉપયોગી સાબિત થાય છે. (Credits: - Canva)

ખીરા કાકડીમાં વિટામિન K અને સાથે-સાથે કેલ્શિયમ પણ મળતું હોય છે, જે હાડકાંની મજબૂતી માટે લાભદાયક સાબિત થાય છે. (Credits: - Canva)

ખીરા કાકડીમાં રહેલા એન્ટીઑકિસડન્ટ તત્વો ત્વચાની તાજગી જાળવી રાખવામાં અને તેને ઊજળી બનાવવામાં મદદરૂપ થાય છે. (Credits: - Canva)

ખીરા કાકડીનો શ્રેષ્ઠ ઉપયોગ એ રીતે કરી શકાય છે કે તેને ટુકડા કરીને તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ છાંટો. જો બાળકોને સાદી કાકડી ન ગમે, તો તેને મોટા ટુકડાઓમાં આપી શકાય છે અથવા કાકડીનો રસ કાઢીને પણ પીવડાવી શકાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

































































