Yuvraj Singh: યુવરાજ સિંહના ઐતિહાસિક બેટનો થયો અંતરિક્ષ પ્રવાસ, જાણો શુ છે પૂરો મામલો

યુવરાજ સિંહ (Yuvraj Singh) ના બેટને જમીન પરથી અવકાશમાં મોકલવામાં આવ્યું, જેનો ઉપયોગ તેણે ઢાકામાં બાંગ્લાદેશ સામે 2003ની ODIમાં તેની પ્રથમ સદી ફટકારવા માટે કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:37 AM
ભારતના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે (Yuvraj Singh) વર્ષ 2003માં ઢાકા, બાંગ્લાદેશમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. યુવીએ જે બેટ વડે આ સદી ફટકારી હતી તેને હવે અવકાશમાં મોકલી દેવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે ક્રિકેટ બેટને અવકાશમાં મોકલવામાં આવ્યું છે.

1 / 6
આ પરાક્રમ ગયા અઠવાડિયે એશિયાના NFT માર્કેટ કલેક્શન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સાથે મળીને કર્યું હતું. કંપનીએ યુવરાજને NFT જારી કરવા તેની સાથે ભાગીદારી કરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો છે. આ 3D વિડિયો ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં Collexion ની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

2 / 6
યુવરાજ સિંહના આ બેટમાં ટેક્નિકલી કેટલાક ઉપકરણો લગાવવામાં આવ્યા હતા, જેમાં આપણે બેટને અવકાશમાં ઉડતું જોઈ શકીએ છીએ. આ સાથે આ બેટ પર યુવરાજ સિંહનો ઓટોગ્રાફ પણ હતો. જોકે, થોડા સમય પછી આ બેટ ધરતી પર આવી ગયું હતુ.

3 / 6
આ અંગે યુવરાજે કહ્યું હતું કે, 'કોલેક્શન પર મારી પ્રથમ NFT સ્પેસ સફર શેર કરવા માટે હું ખાસ કરીને ઉત્સાહિત છું. આવા નવા પ્લેટફોર્મ પર મારા ચાહકો સાથે જોડાવું રોમાંચક છે અને બેટ સાથે મારી પ્રથમ સદી જેવી મારી કેટલીક કિંમતી વસ્તુઓ શેર કરવા માટે ઉત્સુક છું.

4 / 6
યુવી ભારતીય ક્રિકેટ ટીમમાં 2000 ના વર્ષમાં જોડાયો હતો અને 2017 સુધી ટીમનો હિસ્સો રહ્યો હતો. તેણે કેન્યા સામે વન ડે ડેબ્યૂ કર્યુ હતુ. તેણે 304 વન ડે આંતરરાષ્ટ્રીય રમીને 8701 રન નોંધાવ્યા હતા.

5 / 6
T20 વિશ્વકપ 2007 માં તેણે ઇંગ્લેન્ડ સામેની મેચમાં છ બોલમાં છ છગ્ગા લગાવવાનુ કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. જે ભારતીય ક્રિકેટ ચાહકો માટે યાદગાર પળ છે અને આજે પણ સિક્સરને લઇને ચર્ચામાં તે પળને અચૂક યાદ કરવામાં આવે છે. સાથે જ યુવીને સિક્સર કિંગ તરીકે ઓળખવામાં આવે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">