IPL 2026 : શું એમએસ ધોની આઈપીએલ 2026માં રમશે, થાલાએ CSK ચાહકોને જવાબ આપ્યો
આઈપીએલ 2026માં મહેન્દ્ર સિંહ ધોની રમતા જોવા મળશે કે નહી આ એક મોટો સવાલ છે. આ મોટા સવાલનો જવાબ માહીએ એક હિંટ આપી આપ્યો છે. ધોનીએ આઈપીએલમાં રમવાને લઈ એક ચોંકાવનારો જવાબ આપ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોની 44 વર્ષનો થયો છે અને આઈપીએલમાં રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ છે. પગમાં દુખાવો છતાં તે કીપિંગ કરે છે અને ટીમનું મનોબળ પણ વધારતો જોવા મળે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સનું આઈપીએલ 2025માં પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. તે પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાન પર રહી હતી. ત્યારે હવે ટીમમાંથી કેટલાક ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે.

આઈપીએલ 2026માં મહેન્દ્ર સિંહ ધીની ફરી એક વખત સીએસકેની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. ટીમના કેપ્ટન ગાયકવાડ ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે ધોનીએ ટીમની કમાન સંભાળી હતી.

મહેન્દ્ર સિંહ ધોની આ સીઝનમાં બેટથી ફેલ રહ્યો છે. ધોનીએ આઈપીએલ 2025માં 14 મેચમાં માત્ર 196 રન બનાવ્યા છે. તેમની સ્પીડ ખુબ ધીમી રહી છે અને મેચ ફિનિશ પણ કરી શક્યો નહી.

ધોનીએ એક ખાનગી કાર્યક્રમ દરમિયાન સંકેત આપ્યો હતો કે ચેન્નાઈ ટીમ ગાયકવાડને ટીમમાં જાળવી રાખશે. તેમણે કહ્યું, "અમે અમારા બેટિંગ ઓર્ડર વિશે થોડા ચિંતિત હતા પરંતુ મને લાગે છે કે હવે અમારો બેટિંગ ઓર્ડર એકદમ સેટલ થઈ ગયો છે. રૂતુરાજ (ગાયકવાડ) વાપસી કરશે. તે ઈજાગ્રસ્ત હતો. જો તે પાછો ફરે છે, તો હવે અમે એકદમ સેટલ થઈ જઈશું."

ધોનીએ સીએસ કે રણનીતી પર ચર્ચા કરતા કહ્યું કે, હું એવું નહી કહું કે અમે (IPL 2025 માં) બેદરકાર હતા. કેટલીક ખામીઓ હતી જેને દૂર કરવાની જરૂર હતી. ડિસેમ્બરમાં એક મીની ઓક્શન થવાનું છે. અમે તે ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરીશું.' ગાયકવાડે CSK માટે તેની છેલ્લી પ્રતિસ્પર્ધી મેચ 8 એપ્રિલે મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે રમી હતી.

મહેન્દ્ર સિંહ ધોનીએ આ ઈવેન્ટમાં પોતાના ભવિષ્યને લઈ હિંટ આપતા કહ્યું કે, મને આવાત પાંચ વર્ષા માટે ક્રિકેટ રમવાની અનુમતિ મળી ગઈ છે. પરંતુ એક મુશ્કેલી છે કે, ડોક્ટરે માત્ર આંખની રોશની માટે પરવાનગી આપી છે. શરીર માટે તેમણે શરીરની અનુમતિ આપી નથી, પરંતુ માત્ર આંખોથી ક્રિકેટ રમી શકતા નથી. ત્યારે ધોનીએ સંકેત જરુર આપ્યા છે પરંતુ ચાહકોને ફરી એક વખત સન્સપેન્સમાં જવાબ આપ્યો છે.ચેન્નાઈ સુપર કિંગ્સ બદલાવમાંથી પસાર થઈ રહી છે અને આવી મુશ્કેલી પરિસ્થિતિમાં ધોનીનો અનુભવ અને તેનું હોવું ટીમને ભરોસો આપી શકે છે.
IPL 2025માં સૌથી મોટી ઉંમરના ખેલાડીનો આવો છે પરિવાર ,બહેન છે શિક્ષક અહી ક્લિક કરો
